________________
લાગી; અને અત્યંત રૂપવતી નન્દાને અને એના પુત્રને જોઈને લોકોની દષ્ટિ જાણે થંભાઈ ગઈ હોય એમ નિશ્ચળ થઈ ગઈ. વળી કૌતુક જોવાને ઉત્સુક એવી સ્ત્રીઓને વિષે આવી આવી ચેષ્ટાઓ થઈ રહી. કોઈ એકાવળી હારને સ્થળે વિચિત્ર મણિ અને સુવર્ણની મેખલા પહેરવા લાગી અને કોઈ કુંડળની જગ્યાએ કંકણ પહેરવા લાગી. કોઈ સ્ત્રીઓએ બાજુબંધ પડતા મૂકીને ઉતાવળમાં ને ઉતાવળમાં હાથે નૂપુર પહેર્યા અને કોઈએ તો કુતૂહલ જોવાના આવેશમાં એકને બદલે બીજું વસ્ત્ર પહેરી લીધું. કોઈએ તો બિલાડીના બચ્ચાંને તો કોઈએ કપિલાસુત જેવા વાનરને અને કોઈએ તો વળી ભૂંડના બચ્ચાંને તેડી લીધું. તેથી સખી સખીઓમાં હસાહસ થઈ રહી કે અહો ! આતો નવાં નવાં બાળકો લાવી; કારણ કે સમાન વસ્તુઓને વિષે હંમેશાં ભૂલ થાય છે.
આ પ્રમાણે હસવા સરખા વેષની ચેષ્ટાઓ કરતી સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને રસ્તે રસ્તે ઊભી રહી નન્દાને અને એના પુત્રને જોઈ હર્ષ વડે કહેવા લાગી :- નિશ્ચયે આણે પૂર્વભવને વિષે સુપાત્રદાન દીધું હશે, નિષ્કલંક શીલ પાળ્યું હશે, દુષ્કર તપ કર્યું હશે અને ધર્મરૂપી પૃથ્વીને વિષે કુશળતારૂપી બીજ વાવ્યું હશે એને લીધે જ એ આવા ઉત્તમ પુત્રની જનની અને આવા શ્રેણિકનૃપ જેવા મહાન રાજાની સ્ત્રી થઈ છે. દેવાંગનાઓથી પણ અધિક એનું લાવણ્ય છે, અન્યજનોને વિષે ન જ હોય એવું એનું રૂપ છે અને સર્વ જગત્ કરતાં ઉત્કૃષ્ટ એનું ગાંભીર્ય છે કે જે એને સર્વાગે વ્યાપી રહ્યું છે. કાંચનની કાન્તિને હરી લેનારું એવું એનું ગૌર્ય છે; અંગની પ્રિયતાનું એકજ ધુર્ય એવું એનું માધુર્ય છે. વળી સર્વ લોકો એનું નામ જાણે છે–એને ઓળખે છે (એવું એનું આયનામકર્મ છે). આમ એક સ્ત્રીને વિષે જેજે આકર્ષણ કરનારા ગુણો જોઈએ તે આ (નન્દા)માં છે. વળી અહો ! આ સ્ત્રીજનને વિષે શિરોમણિ એવી નન્દાએ, વિદુરપર્વતની ભૂમિ વૈડુર્ય મણિને જન્મ આપે તેમ, આ દેવકુમાર તુલ્ય અને સગુણોના એકજ સ્થાનરૂપ પુત્રને જન્મ આપ્યો છે. આ શ્રેષ્ઠીપુત્રી સર્વ સૌભાગ્યવતી સ્ત્રીઓને વિષે શ્રેષ્ઠ છે. કારણ કે એને આવો ભૂપતિ પતિ મળ્યો છે; અને વળી રત્નોને પ્રસવનારી નારીઓને વિષે પણ એ મુખ્ય છે, કેમ કે આવો અભયકુમાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
પ૧