________________
યુક્ત આને સર્જ્યો છે ? અથવા તો આને જ જોઈને એનો સાર જાણી લઈ પછી સામુદ્રિક શાસ્ત્ર રચ્યું હશે ?”
આ પ્રમાણે હર્ષસહિત કુમારના અંગોનું નિરૂપણ કરી, રાજાએ એને પૂછ્યું-મ -મારા કુળરૂપી આકાશના સૂર્ય, હાલ તારી માતા ક્યાં છે ? અભયે ઉત્તર આપ્યો-હે તાત ! આપના અગણિતગુણયુક્ત ચરણકમળનું હંસીને પેઠે નિત્ય સ્મરણ કરતી મારી માતા નગરની બહાર ઉદ્યાનમાં છે. આ સાંભળીને રાજાએ, કુમારને આગળ રાખીને નન્દાને નગરને વિષે પ્રવેશ કરાવવાનો સેવકજનોને આદેશ કર્યો; અને પોતે પણ પાછળ ગયો; કારણ કે રાગી પુરુષ શું નથી કરતો ? પછી પવિત્ર શીલના પાત્રરૂપ એવી નન્દા હર્ષમાં અંગ પર ઉત્તમ વસ્ત્રાભૂષણ સજવા લાગી પણ એને અભયે વારી (અહો ! માતાને પુત્રનાં શિક્ષાવચન પણ સારા માટે છે); કારણ કે પતિ પરદેશ હોય ત્યારે સ્ત્રીઓએ એવાં વસ્ત્રાભરણ ધારણ કરવાં યોગ્ય નથી. સૂર્ય અન્ય દ્વિપમાં હોય ત્યારે કમલિની પણ વિકસ્વર થતી નથી. એટલે વિચારને વિષે બન્ધુ સમાન એવા પુત્રનાં વચન સાંભળીને નન્દા પૂર્વના જ વેષમાં રહી : કારણ કે ડાહ્યા માણસોએ બાળકોનાં પણ હિતકારક સાર વાક્ય ઔષધિની પેઠે અવશ્ય ગ્રહણ કરવાં યોગ્ય છે.
રાજાએ આવીને ઢીલાં પડી ગયેલા કંકણવાળી, નેત્રને વિષે અંજન વિનાની અને મલિન વસ્ત્રમાં રહેલી નન્દાને જોઈ તો એ એને અલ્પ જળમાં ઉગેલી એક કમળિની જેવી લાગી. એણે પછી નન્દાને કહ્યુંઅહો ! તારાં અંગ દુર્બળ થઈ ગયાં છે. અથવા તો એમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે સતીનું ચરિત્ર સાધ્વી જેવું હોય છે-એમ કહીને ચિંતાતુર નન્દાને યોગ્ય રીતે આનંદ આપવા લાગ્યો. પછી એણે હર્ષમાં દુકાને દુકાને કસુંબાની ધ્વજાઓથી અને રસ્તે રસ્તે ઉત્તમ તોરણો બંધાવીને નગર શણગારાવ્યું. આગળ પુત્ર ને પાછળ ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરીને સતી નન્દાએ હસ્તિ ઉપર બેસીને નગરને વિષે પ્રવેશ કર્યો; જયન્ત સહિત ઈન્દ્રાણી પ્રવેશ કરે તેમ.
તે વખતે વાયુને લીધે હાલતી ધ્વજાઓથી દુકાનોની પંક્તિઓ, પુત્ર સહિત પ્રવેશ કરતી નન્દાના જાણે લૂણ ઉતારતી હોય નહીં એમ દેખાવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૫૦