________________
મારી અને તેની આકૃતિમાં તો તલ માત્રનો પણ તફાવત નથી. વળી હે રાજન ! રણક્ષેત્રને વિષે તમે તમારું તીક્ષ્ણ ખડ્ઝ ખેંચીને ઊભા રહો તે વખતે તમારો નિર્બળ શત્રુ કંઠને વિષે કુહાડો લઈને તમારી પાસે શું માગે છે ? રાજાએ ઉત્તર આપ્યો-અભય માગે. એટલે અભયે કહ્યું-ત્યારે તમે એજ એનું નામ છે એમ જાણજો. વળી તમને કહું છું કે કોઈ બે મિત્ર હોય તેમના તો ચિત્ત પણ વખતે જુદાં હોય; પણ મારું ને તેનું તો શરીર સુદ્ધાં એક છે.”
આવી એની વક્રોક્તિથી રાજાએ નિશ્ચય પર આવીને કહ્યું-ત્યારે એ નિ:સંશય તું જ છે; નહિંતો આમ કહે નહીં. એટલે લજ્જાથી નીચું જોઈ અભયે કહ્યું-આપ પૂજ્યપાદ કહો છો એ તેમજ છે.” એટલે તો મહીપાલ જાણે માત્મા હૈ નાયતે પુત્રઃ એ વાક્ય પ્રમાણે માત્મા અને પુત્ર નું ઐક્ય સૂચવતો હોય તેમ તેને દઢ આલિંગન દીધું; અને પર્વત જેમ પોતાની ગુફાને વિષે સિંહના બાળને રાખે તેમ તેણે લક્ષ્મીના રંગમંડપરૂપ પોતાના ઉસંગને વિષે તેને બેસાડ્યો. વળી તે તેનું મસ્તક પણ વારંવાર સુંઘવા લાગ્યો તે જાણે તેની સુગંધ પોતે લેવાને અથવા પોતાની તેને આપવાને ઈચ્છતો હોય એટલા માટે હોય નહીં શ્રેણિકરાજાએ વળી હર્ષના આંસુઓથી પોતાના અભય પુત્રને નવરાવી દીધો તે જાણે તેના શરીરરૂપી ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલ બુદ્ધિના અંકુરોને છંટકાવ કરવાને અર્થે જ હોય નહીં ! હર્ષ પામેલા મહીપતિના ઉલ્લંગરૂપી આકાશને વિષે ચંદ્રમા સમાન, અને સૌંદર્ય વડે કામદેવ ઉપર પણ વિજય મેળવનાર એવા આ બાળક અભયકુમારે, ઈન્દ્રપુત્ર જયંત જેમ દેવસભાને વિષે આનંદ ફેલાવે તેમ રાજલોકને વિષે આનંદ આનંદ ફેલાવી દીધો.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
પહેલો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૭