________________
અથવા તો નેત્રો, જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમ, નહીં જોયેલી એવી પણ પોતાની વસ્તુને ઓળખી કાઢે છે.
ઉદયાચળની ઉપર રહેલા ચંદ્રમાની સામે જો બુધનો ગ્રહ હોય તો તેની સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલા અભયને ઉપમા આપી શકાય. પછી રાજાએ તેને પૂછ્યું-હે બુદ્ધિમાન ! તમે કયા સ્થાનને તમારી ગેરહાજરીથી, ચંદ્રમાએ ત્યજી દીધેલા આકાશદેશની દશાને પમાડ્યું છે ? એ સાંભળીને, મથન કરાતા સમુદ્રના જેવા ગંભીર નાદથી અભય બોલ્યો-હું વેણાતટથી આવ્યો છું; પણ આપે જે “ચંદ્રમાએ ત્યજી દીધેલ”-ઈત્યાદિ કહ્યું, એ કેવી રીતે ? કારણ કે હું અહીં આવ્યો છું છતાં એ નગર તો જેવું ને તેવું જ છે. રત્નાકરમાંથી એક શંખા ગયો તો તેથી તેનું શું ઘટી ગયું ? ખધોત એટલે પતંગીઆના જતા. રહેવાથી આકાશની શોભા કિંચિત્માત્ર ન્યૂન થતી નથી.
અહો ! શી આપના વચનની વિચિત્રતા છે ? આમ વિચાર કરતા શ્રેણિકરાજાએ તેને પૂછ્યું-હે ભદ્રમુખ ! તું ત્યાંના ભદ્રશ્રેષ્ઠીને ઓળખે છે ? કુમારે કહ્યું-હા, નાથ ! હું તેને સારી રીતે ઓળખું છું; કારણ કે આપની સંગાથે હમણાં થયો તેવો મારે એમની સાથે બહુ સમાગમ છે. અન્ય ભદ્રહસ્તિ જેવા એ ભદ્રશ્રેષ્ઠીનું કલ્યાણ થાઓ કે જેના કર થકી નિરંતર દાનનો ઝરો વહ્યા કહે છે. વળી રાજાએ પૂછ્યું-તેને નંદા નામની પુત્રી છે તે પૂર્વે ગર્ભવતી હતી તેને શું અવતર્યું ? તેના ઉત્તરમાં અભયે કહ્યું–મહારાજ ! કમલિની પાને જન્મ આપે તેમ એણે. એક પુત્રને જન્મ આપ્યો છે.” વળી “એનું કેવું રૂપ છે ? એના શા સામાચાર છે ? એ બાળકનું નામ શું ?”
આવા આવા પ્રશ્નોના ઉત્તર પણ અભયકુમારે સ્પષ્ટ રીતે આપ્યા. કે-હે ધરણીના ઈન્દ્ર ! શરીરે-રૂપે-આચરણે તથા વયે એ મારા જેવો. જ છે. વળી લોકોને આકૃતિએ આકૃતિએ ભેદ માલૂમ પડે છે; પણ
૧. અર્થાત, સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલો અભયકુમાર, જાણે દયાચળ પર રહેલા ચંદ્રમાની સન્મુખ બુધનો ગ્રહ જ હોય નહીં!
૨. દાન(૧)(હસ્તિના સંબંધમાં) મદ; (૨) દાન આપવું તે, ૩. ધરણી=પૃથ્વી. ૪૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)