________________
કરે ? હસ્તિપર બેઠેલી નન્દા, શૈશવાવસ્થામાં રમતી વખતે, ઉસહોદર એવા ઐરાવત પર બેઠેલી લક્ષ્મી જેવી શોભવા લાગી. એના મસ્તક પર રહેલું છત્ર, ઐરાવણ અને લક્ષ્મીને સહોદરની ભ્રાન્તિથી મળવા આવેલું ચંદ્રબિમ્બ હોય નહીં એવું શોભવા લાગ્યું. એને વીંજાતા શ્વેત ચામરો છત્રરૂપી ચંદ્રમાના કિરણોનો સમૂહ હોય નહીં એવા વિરાજવા લાગ્યા. માથે શ્વેત મેઘ આવી રહ્યો હોય એવા ગિરિવર ઉપર એક સુવર્ણની કમલિનીને, ઘડીમાં આવતા ને ઘડીમાં પાછા ઊડી જતા એવા કલહંસવાળું કમળ હોય, તો તે કમળની, હસ્તિ પર બેઠેલી અને શ્વેત છત્રને ધારણ કરતી નન્દાના-હાલતા ચામરથી વીંજાતા-મુખને ઉપમા આપી શકાય. પછી સુંદર વસ્ત્રાભરણથી વિભૂષિત એવી નન્દાએ વિરતિની પેઠે સર્વ જતુઓને અભય આપી, ચિત્તામણિની પેઠે અનાથદીન-પંગુ-અબ્ધ-વ્યાધિગ્રસ્ત આદિના મનોરથોને પૂર્ણ કરી ચૌટા-ચોક વગેરેમાં ફરી, મેઘ-માળાની જેમ દાન આપીને લોકોને શાન કર્યા.
આ પ્રમાણે ભદ્રશેઠે નન્દાના મનોરથ પૂર્ણ કર્યા. દક્ષિણ કર ઉદાર થયે છતે કયા કાર્ય સિદ્ધ નથી થતાં ?
પછી ગૂઢગર્ભા નન્દા પોતાના મનોરથ પૂર્ણ થયે, દુર્વહ એવા ગર્ભભારને, પૃથિવી અમૂલ્ય નિધાનને ધારણ કરે તેમ, આનન્દ સહિત વહન કરવા લાગી. પોતાના આત્માની પેઠે અત્યંત સુખમાં ગર્ભને પાલન કરતાં નવ માસને સાડાઆઠ દિવસ વ્યતિક્રખ્યા, તે વખતે દિશાઓ નિર્મળા થયે છતે, અગ્નિ પવિત્ર થયે છતે, મહીતળ પુષ્કળ ધાન્યસમૃદ્ધિથી ઢંકાઈ ગયે છતે, જ્યારે સર્વ ઉત્તમ ગ્રહો કેન્દ્રાદિ સ્થાનમાં હતા અને ગુરુ મુખસ્થાનને વિષે હતો ત્યારે, ઉભયકુળને લાભપ્રદ ઉત્તમ સમયે, પરમ ઉત્કૃષ્ટ વૈભવની વચ્ચે, પૂર્વદિશા રવિમંડળને પ્રસવે તેમ, નન્દાએ, અતિ સુખશાન્તિથી, પ્રસરતી કાન્તિવાળા પુત્રને જન્મ આપ્યો.
૧. ઐરાવત, લક્ષ્મી, ચંદ્ર, ઈત્યાદિ ચૌદ રત્નો સમુદ્રમાંથી નીકળ્યાં કહેવાય છે, માટે એમનું એકજ ઉત્પત્તિ સ્થાન એથી એઓ સહોદર કહેવાય.
૨. સર્વ સાવધથી વિરમેલા-સર્વ નિબ્ધ વ્યાપાર ત્યજેલા-સાધુ મુનિ. ૩. અર્થાત, દાન આપવાથી, આપનારો હાથ એ દક્ષિણ હાથ છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૫