________________
આમ વિચાર કરીને નન્દાનો પિતા રત્નોનો થાળ ભરીને રાજા પાસે ગયો; કારણ કે અન્ય વખતે પણ રાજાની પાસે રિક્ત હસ્તે જવું કહ્યું નથી તો આવે વખતે તો કહેવું જ શું ? ભેટ મૂકીને ચતુર શ્રેષ્ઠિએ. અંજલિ જોડી નમન કરીને વિજ્ઞાપના કરી કે “હે દેવ ! એક મહીપતિની પત્નીની પેઠે, મારી પુત્રીને હસ્તિપર બેસવા આદિનો મનોરથ થયો છે; આપના પ્રસાદે મેં લક્ષ્મી તો ઉપાર્જન કરી છે, પણ નિભંગીની પેઠે અમારા જેવા વણિકજનને એવો મનોરથ પૂરવાનું સામર્થ્ય ક્યાંથી હોય ? માટે હે સ્વામી ! કૃપા કરીને સેવકને હસ્તિ પ્રમુખ આપો; કેમકે આશ્રિતવર્ગ પર સ્વામી વત્સલભાવ રાખે જ છે.” પછી રાજાએ શેઠે ધરેલા ભેટના થાળમાંથી શેષ માત્ર લીધી; કારણ કે કીર્તિરૂપી સ્ત્રીને વિષે લુબ્ધ એવા રાજાઓને નિસ્પૃહતા જ પ્રિય હોય છે. એણે હર્ષ સહિત શેઠને કહ્યું- વણિક શિરોમણિ ભદ્રશેઠ ! મારે તારા કરતાં કંઈ પણ અધિક નથી; મારું ધન તે તારું જ છે, મારી જે જે વસ્તુઓપાણીદાર મુક્તાફળો, આભૂષણો પ્રમુખ તારા ઉપયોગમાં આવી શોભાભૂતા થતી હોય તેને કૃતકૃત્ય જાણવીઃ અથવા તો અહીં સર્વ તારું જ છે; એનો તું યથેચ્છ ઉપયોગ કર. અમે તો કોટવાળની પેઠે આ વસ્તુઓની કેવળ ચોકી કરવાવાળા છીએ. શેઠે કહ્યું-સ્વામી ! આપ મહારાજા કહો છો તે યથાર્થ જ છે કારણ કે કલ્પવૃક્ષ પણ કદાપિ પોતાને માટે ફળા ધારણ કરતું નથી. આપના પ્રસાદથી આજે મારું મનોરાજ્ય પૂર્ણ થયું છે; કારણ કે રત્નાકરનો સેવક કદિ મણિ વિનાનો રહે ? પછી રાજાએ. શેઠને પોતાને હાથે તાંબૂલ આપ્યુંઃ ખરેખર ! મનના ગૌરવ સહિત અપાયા એજ આપ્યું ગણાય છે.
રાજાએ તુરત પોતાના અધિકારી વર્ગને “તમે આદર સહિત શેઠને શોભા આપો” એમ આજ્ઞા કરી એટલે શેઠ “આપની મહા કુપા થઈ એમ કહી નમન કરી રાજાના પ્રતિબિમ્બો હોય નહીં એવા અધિકારીઓને સાથે લઈ ઘેર ગયો. ત્યાં એમણે છત્ર પ્રમુખને ક્ષણ માત્રમાં યોગ્ય યોગ્ય સ્થાને ગોઠવી દીધાં. સોનું અને વળી સુગંધી એનો કોણ ન આદર
૧. રાજાઓ યશના જ ભુખ્યા હોય છે એમ કહે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૩૪