________________
છે !!
છે એવો; પંખા જેવા નિરન્તર હાલ્યા કરતા એવા પોતાના કર્ણોએ કરીને એવો; ઉદારતા આદિ ગુણોએ કરીને જાણે બંદિજનરૂપ મુખર ભ્રમરોને દાન આપતો હોય નહીં એવો; શ્વેત વર્ણવાળો, ઐરાવણ જેવો ગજરાજ પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો.
એટલે જાગી જઈને શીધ્રપણે પલંગથી ઊતરી, હર્ષાતુર બનેલી તે, જંગમ રાજ્યલક્ષ્મી જ હોય નહીં એમ પતિની પાસે ગઈ. ત્યાં આમ્રવૃક્ષના અંકુરો ખાવાને લીધે ફટ છે કંઠ જેનો એવી કોકિલાની જેવી મધુર વાણી વડે નંદાએ હસ્તિના સ્વપ્નની વાત સ્વામીને નિવેદન કરી, ને પૂછ્યું - હે સ્વામી ! ઉત્તમ શુકન જેવા આ મારા સ્વપ્નથી મને શું ફળ પ્રાપ્ત થશે ? એ સાંભળી, શ્રુતસામ્રાજ્યના લાભની પેઠે અદ્વૈત આનંદને ધારણ કરતા શ્રેણિકકુમારે પોતાની બુદ્ધિને અનુસાર એ સ્વપ્નનું ફળ કહ્યું - હે પ્રિયે ! તને સર્વલક્ષણસંપૂર્ણ અને વિવિધ બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન પુત્ર થશે; ઋક્મિણીને પ્રધુમ્ન થયો હતો તેમ. “દેવગુરુના પ્રસાદથી અને આપના પુણ્ય-ઉદયથી મને એમ થાઓ” એમાં કહીને નન્દાએ ગુરુની શિક્ષાની જેમ સ્વામીનાથના વચનનો સ્વીકાર કર્યો; અને જેમ નિર્ધન પુરુષ દેવતાએ આપેલું ચિન્તામણિ (રત્ન) ગાંઠે બાંધી લે તેમ એણે તેના શકુનની ગાંઠ બાંધી લીધી. પછી તે એક સાથ્વી જેમ પોતાના ચારિત્રનું યથાયોગ્ય રીતે પાલન કરે તેમ, પોતાના ગર્ભનું,નહીં અતિ સ્નિગ્ધ કે નહીં અતિ રુક્ષ, અતિ ઉષ્ણ પણ નહીં તેમાં અતિ શીત પણ નહીં, અતિ કટુ પણ નહીં તેમ અતિ લવણ પણ નહીં, નહીં તીખા કે નહીં મોળા, નહીં અપક્વ કે નહીં અતિ કષાયવાળા, નહીં અતિ આમ્લ કે નહીં અતિ મધુર, દેશ-કાળ-વયને અનુસરતા, ગર્ભને પોષનારા, અનવદ્ય અને મિત આહારથી પોષણ કરવા લાગી.
આ સમયે કુશાગ્રપુરનગરને વિષે, અભવ્યની જેમ પ્રસેનજિત રાજાને કુશળ વૈધોથી પણ અસાધ્ય એવો કોઈ વ્યાધિ થયો. વ્યાધિને અસાધ્ય જાણીને, રાજાએ મૂર્તિમાન ક્ષાત્રધર્મ જેવા શ્રેણિકને તેડી લાવવા ઊંટવાળાઓને મોકલ્યા. એ માણસો મૌન ધારણ કરી રહેલી, મનના
૧. સામગ્રીનો સદ્ભાવ છતાં પણ મોક્ષ જેને ન મળી શકે એવો (પ્રાણી).
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)