________________
શા માટે કુવામાં નાંખવાનું કરો છો ?
શેઠે એ પરથી કહ્યું- હે શ્રેણિક ! મુનિને વિષે જેમ જ્ઞાનાદિક તેમ વરને વિષે કુળ-રૂપ તથા વિભૂતિ જોવાય જ છે. ગાયનું દૂધ અને ચંદ્રમાના કિરણો સમાન નિર્મળ એવા તમારા ગુણોથી મેં તમારું કુળ પ્રથમથી જ જાણ્યું છે; કારણ કે રૂપ પ્રમાણે જ ફળમાં રસ હોય છે. તમારી વિભૂતિ પણ મેં આ તમારા શરીરની કાંતિથી જાણી લીધી છે; કારણ કે મૂળને વિષે સરસતા વિના તરૂમાં લીલાશ હોય જ નહીં. વળી તમારું રૂપ તો મકરધ્વજને પણ જીતે એવું છે એ તો પ્રત્યક્ષ જ છે. માટે લક્ષ્મીને જેમ શ્રીકૃષ્ણ, તેમ મારી પુત્રીને તમે જ યોગ્ય ભર્તા છો. હે કુમાર ! જગને વિષે ચંદ્રમા જેવા જે તમે-એમનો હું આ નિર્મળ જ્યોત્સનાની સાથે સંબંધ કરાવું છું તેમાં તમે શાનો ઉપાલંભ આપો છો ? વળી તમે અહીં આવ્યા તેની આગલી રાત્રીએ સ્વપ્નને વિષે મેં કોઈ રત્નાકર સદશ પુરુષને મારી પુત્રીનું પાણિગ્રહણ કરતા જોયો છે. માટે આ તમને દૈવ જ આપે છે; એમાં હું તો માત્ર સાક્ષીભૂત છું–જેવી રીતે હવે પછી પાણિગ્રહણ સમયે અગ્નિ સાક્ષીભૂત થશે તેમ.
આ બધું સાંભળી, નમી જવાનો છે સ્વભાવ જેનો એવા શ્રેણિકકુમારે ભદ્રશ્રેષ્ઠીનું વચન સ્વીકાર્યું; કારણ કે મોટા પુરુષો પોતાના વ્રજની જેમ, પરની પ્રાર્થનાનો, ભંગ કરતા નથી.
શ્રેણિકકુમારે હા કહી એટલે ભદ્રશેઠે ક્ષણમાત્રમાં વિવાહની સામગ્રી તૈયાર કરાવી. કારણ કે મોટા લોકોનાં કાર્ય એમના બોલ્યા પહેલાં જ થાય છે. સર્વ સ્વજન સંબંધીઓએ એકત્ર મળીને ભોજનમંડપ નાખ્યો, કારણ કે ઉદ્યમીના મનને ભોજનની સામગ્રી કશી ગણતરીમાં નથી. પછી શ્વેતશાળ, ઘીના બનાવેલાં નવીન વડાં, ખાંડના ખાજાં, તળેલી પુરીઓ, મધુર ઘોળ આદિ પકવાનો રસોઈઆ પાસે તૈયાર કરાવી શેઠે સકળ વર્ગને જમાડ્યા અને તેમને ચંદનાદિથી વિલેપન કરી પાન સોપારી આપ્યાં; કારણ કે સારું કહેવરાવવાની ઈચ્છાવાળા ગૃહસ્થોને આ બધું કરવું ઘટે જ છે.
ત્યારપછી દાસીઓએ નંદાને દશાયુક્ત ઉજ્વળ વસ્ત્ર પહેરાવી, ચંદનનું વિલેપન કરી, આભૂષણ સાથે પુષ્પમાળા પણ આરોપણ કરાવી, ૨૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)