________________
એ દિવસે નગરને વિષે ઉત્સવ હોવાથી, શિષ્યોથી ગુરુ વ્યાકુળ થઈ જાય તેમ, શેઠ ઘરાકોથી વ્યાકુળ થઈ ગયા હતા. કોઈ ઉત્તમ વર્ણવાળા લક્ષણના જેવું કપુર માગતા હતા, તો કોઈ તાપને નાશ કરવાવાળું સદાગમ જેવું ચંદન માગતા હતા. કોઈ અર્થનીતિ જેવી અર્થસારા કસ્તુરી, તો કોઈ રંગને આ પનારું તર્કશાસ્ત્ર જેવું તીર્ણ કુંકુમ માગતા હતા. કોઈ ફરાયમાન વાસવાળા નિર્દોષ ધર્મગ્રંથો જેવા સુગંધી પદાર્થો માગતા હતા, કોઈ સંવેગના ગ્રંથોની જેમ દ્રવ્યયોગથી” બનાવેલું દ્રવ્ય માગતા હતા. કોઈ મહાકાવ્યની જેવી સ્વચ્છ અને ચૂર્ણ થઈ શકે તેવી ખાંડ માગતા હતા, તો કોઈ અલંકારની પંક્તિ જેવી સરસ સાકર માગતા હતા. આ અવસરે જેમ વિકરણ, પ્રત્યય અને પ્રકૃતિના વાચ્ય અર્થને વિષે સહાય કરે છે તેમ શ્રેણિક પડીકા બનાવી આપવામાં શેઠને સહાય આપવા લાગ્યો.
એટલે બહુ દ્રવ્ય કમાવાથી શેઠને ઘણો હર્ષ થયો; કારણ કે વણિકજન, દુકાન પર જે લાભ થાય છે તેને પુત્રલાભ કરતાં પણ વિશેષ ગણે છે. એ બોલ્યો-આજે મને આ શ્રેણિકના પ્રભાવથી અલ્પકાળમાં આખા વર્ષ જેટલો લાભ થયો છે. જાણે આજે પ્રભાતે મારી પુત્રીનું પાણિગ્રહણ કરતો જે રત્નાકર સમાન પુરુષ મેં સ્વપ્નને વિષે જોયો હતો. તે નિ:સંશય આ જ છે. કારણ કે પ્રભાતનું સ્વપ્ન, પ્રભાતની મેઘગર્જના
૧. ઉત્તમ વર્ણવાળુંsઉત્તમ રંગવાળું (કપુર); અર્થાત બહુજ શ્વેત કપુર; ઉત્તમ વર્ણવાળું (લક્ષણ)=ઉત્તમ અક્ષરોએ યુક્ત એવું લક્ષણ. ૨. સદ્ આગમ શ્રેષ્ઠશાસ્ત્ર, (બાહ્ય) તાપનો નાશ કરનાર ચંદન, અને (અત્તર) તાપનો નાશ કરનાર સદાગમ. ૩. (૧) મનહર (કસ્તુરી); (૨) અર્થ-દ્રવ્ય-ની સારભૂત (અર્થનીતિ). ૪. રંગ (૧) રંગ colour (૨) આનન્દ. ૫. વાસ (૧) ગંધ (૨) સંસ્કાર ૬. નિર્દોષ (૧) દોષ વિનાના (ગ્રંથો); (૨) દોષ જીવજંતુ આદિ દોષ-રહિત (પદાર્થો). ૭. સંવેગ-વૈરાગ્યના ગ્રંથો. ૮. દ્રવ્ય યોગથી (૧) દ્રવ્યાનુયોગના વિચારથી (ઉત્પન્ન થતા સંવેગના ગ્રંથો); (૨) અમુક અમુક દ્રવ્યો (ચીજો)ના યોગ-મેળવણી-થી (તૈયાર કરવામાં આવેલું રૂપ-દ્રવ્યવિશેષ). ૯. (૧) શીધ્ર સમજાય તેવું (૨) શ્વેત. ૧૦. (૧) પદચ્છેદ થઈ શકે તેવું (૨) ભાંગી શકે તેવી. ૧૧. (૧) રસ-મીઠાશ-વાળી (સાકર); (૨) કાવ્યમાં શૃંગાર આદિ રસ આવે છે તે રસ-વાળા અલંકાર-કાવ્યાલંકાર figures of speech.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૭