________________
શ્રેણિકને અણમાનીતીના પુત્રની જેમ કંઈ પણ આપ્યું નહીં-એમ ધારીને કે એને તો (આખું) રાજ્ય મળવાનું છે. નિ:સંશય સંત પુરુષો દીર્ઘદર્શી હોય છે. આવું જોઈને શ્રેણિક વિચાર કરવા લાગ્યો-હું નિત્ય વિનયી રહ્યા છતાં મારા પિતા પણ આમ વર્તે છે તો શું હું એમનો પુત્ર નથી ?
જો અન્ય કોઈ ગમે તેવો સામર્થ્યવાન્ પુરુષ મારો પરાભવ કરે તો, એને તો હું (ધોળે) દિવસે તારા દેખાડી દઉં. પણ આ તો મને જન્મ આપી મોટો કરનાર મારા ગુરુજન ઠર્યા એટલે મારે શું કરવું ? કારણ કે જેઓ આપણા પૂજ્ય હોય એમને કોપાવવા નહીં એવી નીતિ છે. મારા જેવા-તાતનો પરાભવ પામેલાને લોકોને વિષે પ્રતિષ્ઠા દુર્લભ છે; કારણ કે જે ઘરને વિષે હલકો પડ્યો એને વાયુ પણ બહાર કાઢી મૂકે છે. આધિ, વ્યાધિ, તૃષ્ણા, ક્ષુધા, વનવાસ, ધનહીનતા, ભિક્ષા, જરા, અન્ધત્વ, વન્ધ્યત્વ, દુ:ખ અને શત્રુ એ સારાં; પણ અપમાન સહન કરવું એ વિષકન્યાની પેઠે બિલકુલ સારું નથી. માની પુરુષોને સામાન્ય પરાભવ પણ દુઃસહ હોય છે. માટે મારા જેવા પરાભવ પામેલાએ વિદેશગમન કરવું શ્રેય છે; સંધ્યાકાળે મંદપ્રતાપવાળા સૂર્યની
જેમ.
એમ વિચારીને માન એજ જેનું સર્વસ્વ છે એવો તે શ્રેણિકકુમાર વનમાંથી સિંહ નીકળે તેમ, નગરમાંથી નીકળી જઈને વેણાતટ નગર ગયો. ત્યાં એણે જંગમ લક્ષ્મી જ હોય નહીં એવા ઉત્તમ વસ્ત્રાભરણ અને સુગંધી વિલેપન યુક્ત સ્વરૂપવંત જનોને જોયા. આવા નગરના દર્શનથી તે અંતઃકરણને વિષે અત્યંત આનંદ પામ્યો; કારણ કે સુંદર વસ્તુઓ જોવાથી કોને પ્રમોદ ન થાય ? ફરતાં ફરતાં શ્રેણિકે એક દુકાને વિશાળ ઊંચી બેઠક પર બેઠેલા તે નગરના અધિષ્ઠાયક હોય નહીં એવા ભદ્ર નામના શ્રેષ્ઠીને દીઠા. એ શેઠ આકૃતિએ સૌમ્ય હતા; અવસ્થાએ વૃદ્ધ હતા; અને શરીરે સુંદર અને ભાગ્યશાળી હતા; તથા એમની મૂછ અને શીષના વાળ લાંબા વધેલા હતા. ભદ્રમૂર્તિ શ્રેણિક તો એમનો ઉદયશીલ પુત્ર હોય નહીં તેમ એ શેઠની કરિયાણાથી ભરેલી દુકાન ઉપર જઈને બેઠો.
૧૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)