________________
બબ્બેનું દાન. ત્રીજા બેનું દાન; સોનાનું દાન અને રૂપાનું દાન. દાન એટલે (સ્ત્રી પુત્રાદિને) આપી દેવું, અગર ચોપડામાં એમને નામ ચડાવી દેવું.
બબ્બેનું ગર્ભાધાન. ચોથાં બેનું ગર્ભાધાન; દ્વિ:પદ એટલે બેપગાં દાસ દાસીઓ વગેરે, અને ચતુષ્પદ એટલે ચોપગાં-ઢોર ઢાંખર. આ બેઉ ધારેલા ‘પ્રમાણ' થી વધી જતાં હોય તો ગર્ભાધાન એટલે ગર્ભનું અધાન-ગર્ભનું ન ધારણ કરવાપણું, થાય એમ કરવું; અથવા મોડો ગર્ભધારણ કરાવવો.
કુષ્યની ‘ભાવથી' વૃદ્ધિ. કુષ્ય એટલે સોનારૂપા શિવાયની (હલકી ધાતુ. એનાં વાસણકુસણ વગેરે ધારેલી સંખ્યાથી વધી જાય તો (ભાંગી નાખી) ‘ભાવથી' વૃદ્ધિ, એટલે ‘કદમાં' વૃદ્ધિ કરાવવીમ્હોટાં કરાવવાં (અને એમ કરીને ધારેલી સંખ્યા ન વધે એમ કરવું.) ૧૨૯-૬. ગૃહસ્થ એટલે સંસારી, શ્રાવકને તપાવેલા લોહના ગોળા જેવા કહ્યા-એનું કારણ એ કે, જેમ એ તપાવેલો લોહનો ગોળો એક જગ્યાએ અટકાવ્યો રાખ્યો સારો અથવા ઝાઝું ન ફરવા દેતાં થોડું ફર્યો સારો (કેમકે જ્યાં જ્યાં એ ફરશે-જશે ત્યાં ત્યાં એનાથી અનેક જીવજન્તુની હાનિ થશે); તેમ શ્રાવક પણ લીલ, ફુલ, વનસ્પતિ આદિથી પૂર્ણ એવી ચોમાસાની ઋતુમાં અને અન્ય ઋતુઓમાં પણ જ્યાં જ્યાં ગમનાગમન કરે ત્યાં ત્યાં એનાથી જીવોની વિરાધના જ થવાની. માટે ગૃહસ્થ-શ્રાવક જવા આવવાના અન્તરનો નિયમ ધારે, અમુક પ્રમાણ બાંધે એ એને બહુ ઉત્તમ એટલે હિતકારક છે.
૧૨૯-૧૬. સચિત્ત. ચૂલે (અગ્નિપર) ચડ્યા વિનાનું બધું ‘સચિત્ત' કહેવાય.
તુચ્છ ઔષધી. ખાવાનું થોડું ને ફેંકી દેવાનું ઝાઝું-એવી વસ્તુઓ; જેવી કે બોર (જેમાં ઠળીયો મોટો ને ખાવાનું તો ફકત ઉપલી છાલ જ); શેરડી (જેમાં રસ થોડો, ને છોતાં ઝાઝાં) વગેરે.
૧૨૯-૨૫. વન રોપીને. અહિં ‘તથા વન રોપીને' એમ જોઈએ. ૧૩૦-૯. જંગમ તથા સ્થાવર વિષ. સર્પ વગેરે પ્રાણી જંગમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૮૦