________________
૧૨૭-૧૬. અશુચિની ખાણ એવી માનવીની કુક્ષિને વિષે. અશુચિમય એવી માનવી-મનુષ્યણી-સ્ત્રી-ના ઉદરમાંથી મનુષ્ય જન્મે છે. પણ દેવોના સંબંધમાં એવું કંઈ નથી-એઓ તો પુષ્પની શય્યામાંથી બેઠા થાય છે-ઉત્પન્ન થાય છે.
૧૨૭–૨૦. (રાસભોનો) આરવ. શબ્દ, ભુંકવું.
૧૨૭–૧૭ થી ૧૨૮–૨. આ આખા પેરેગ્રાફમાં દિવ્ય જીવન અને મનુષ્યજીવન વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે.
૧૨૮-૧૧. દ્રવ્યવિવર્જન. પરિગ્રહનો ત્યાગ. ૧૨૮–૧૫. “દેશ'થી ત્યાગ. ઓછોવત્તો-થોડો ત્યાગ.
૧૨૮–૧૭. અતિચાર. ઉલ્લંઘન Transgression વાત નિયમનાં અનુપાલનમાં કંઈ દોષ, સહેજ ભૂલ કરવી તે. (વ્રત નિયમનો એકદમ ભંગ એ “અનાચાર').
૧૨૮–૧૬. છવિવેદ. બળદઆદિ પશુઓના નાક કાન વગેરે છેદવા, વીંધવા એ. (છવિચામડી).
૧૨૮–૧૭. ભક્તપાનનો વ્યવચ્છેદ. પશુ આદિને ખોરાક પાણી આદિમાં અંતરાય પાડવો, અટકાયત કરવી; વખતસર “નીરણ' ન કરવી
વગેરે.
૧૨૯–૧. વસ્તુ. અહિં “વાસ્તુ' જોઈએ. વાસ્તુ ઘર, દુકાન વગેરે.
૧૨૯-૩. અનુક્રમે બલ્બનું બન્ધન. પહેલા બેનું બંધનઃ ધનનું બન્ધન અને ધાન્યનું બંધન. એમાં ધનનું બન્શન એવી રીતે કે દશા કોથળી દ્રવ્યનું “પરિગ્રહ પ્રમાણ' રાખ્યું હોય ને એથી વધી જાય તો બે કોથળીની એક કરી નાખવી. ધાન્યનું બધૂન એવી રીતે કે દશ માપ અનાજનું “પ્રમાણ' કર્યું હોય અને તે કરતાં વધી જાય તો બે માપનું એક કરી નાખવું. (મોટાં માપ બાંધવા).
બન્નેનું યોજન. બીજું બેનું યોજન; ક્ષેત્રનું યોજન અને વાસ્તુનું યોજન. એમાં ક્ષેત્રનું યોજન એટલે બે ક્ષેત્રનું એક કરી નાંખવું. (વચ્ચે વાડ હોય તે કાઢી નાખવી). વાસ્તુનું યોજન એટલે બે ઘર કે હાટ હોય એની વચ્ચેનો કરો કાઢી નાખીને એક કરી નાખવું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૭૯