________________
પણ શ્રેણિકે તો, પોતાને પ્રાપ્ત થનારી રાજ્યલક્ષ્મીનું સત્યકાર હોય નહીં એવી રાજાઓના ચિન્હરૂપ ઢક્કાર ગ્રહણ કરી. એ જોઈ અન્ય કુમારો તો સામસામા તાળી દઈ હસવા લાગ્યા. “અરે ! જુઓ તો ખરા, આણે ભાંભિકને ઉચિત શું ગ્રહણ કર્યું ?” પિતાએ પણ પૂછ્યું આ તેં શું કર્યું ? આવે વખતે એક બાળક પણ પુષ્કળ દ્રવ્ય લઈ લે. પણ શ્રેણિકે અંજલિ જોડી ઉત્તર આપ્યો.-પિતાજી, આ જે મેં લીધું છે તે વિજયનું ચિન્હ છે; અને રાજાને, વિજય એજ સર્વસ્વ છે; માટે એ (ઢક્કા) મહાધન (પુષ્કળ દ્રવ્ય) કેમ ન કહેવાય ? હે સ્વામી ! રાજાઓને દિયાત્રાના આરંભમાં શંખના ધ્વનિની પેઠે આના જ શબ્દથી મંગળિક થાય છે. જેણે રણક્ષેત્રને વિષે એનું રક્ષણ કર્યું તે વિજયી થયો સમજવો, અને જેણે એ ગુમાવી તે પરાજય પામ્યો સમજી લેવો. માટે આ ઢક્કાનું તો રાજાઓએ પિતાની પત્ની અને કીર્તિની પેઠે સર્વ પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ.
-
શ્રેણિકનાં આવાં વચન સાંભળીને, મેઘની ઘોર ગર્જનાથી વિદૂરપર્વતની ભૂમિ રત્નાંકુરોથી છવાઈ જાય તેમ, રાજા રોમાંચથી ભરાઈ ગયો; ને વિચારવા લાગ્યો-અહો ! આનું વાક્ચાતુર્ય અપૂર્વ છે; હું માનું છું કે દેવગુરુ-બૃહસ્પતિની પણ એવા પ્રકારની વાણી નહીં હોય. અહો ! એ બાળક છતાં પણ એનો કોઈ અવર્જ્ય ઉદાર આશય જણાય છે; કારણ કે સિંહના બચ્ચાંનો હસ્તિને જીતવાનો જ મનોરથ હોય છે; લઘુ એવા પણ દીપકને અંધકારના સમૂહનું પ્રાશન કરવાની રૂચિ થાય છે; અમૃતના એક બિંદુને પણ સર્વ વ્યાધિઓનો નાશ કરવાની ઈચ્છા હોય છે. આમ વિચારી રાજાએ શ્રેણિકને, અદ્ભુત પરાક્રમ કરી આપેલા સુભટને બિરૂદપ આપે તેમ, ભંભાસાર એવું નામ આપ્યું.
પછી એકદા રાજાને “જેના ઘરમાંથી અગ્નિ પ્રકટી નીકળશે તેને નગર બહાર કાઢી મૂકવામાં આવશે” એવી પોતાની કરાવેલી ઉદ્ઘોષણા
૧. નમુનો; વાનગી ૨. ડંકો-ભંભા ૩. ભંભાવાળો ૪. ખાઈ જવાની-અર્થાત્
નાશ કરવાની.
૧૪
૫. ઈલકાબ. ૬. ભંભા એજ છે દ્રવ્ય જેનું. ૭. ઢંઢેરો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)