SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રકારોએ બાર સૂર્ય કહ્યા છે. એ બારે એકસાથે જગતના લય વખતે જ પ્રકાશતા કહેવાય છે. ૧૦૩-૧૫. ચરણ...નેત્ર...ઈત્યાદિ. દેવનાં આ ખાસ લક્ષણો છે. એનાથી એઓ ઓળખાઈ આવે છે કે એઓ દેવતા છે, મનુષ્ય નથી. દમયન્તીને સ્વયંવરમાં વરવા માટે જે વરૂણ આદિ દેવો નળનું રૂપ ધારણ કરીને આવેલા હતા એમને દમયન્તીએ એ જ લક્ષણોથી ઓળખી કાઢ્યા હતા. જુઓ નળાખ્યાન: साऽपशद्विबुधान् सर्वानस्वेदान् स्तब्धलोचनान् । ܀ ܀ ܀ भूमिष्टो नैषधश्वेव निमेषेण च सूचितः ॥ ૧૦૪-૧૩. પૂર્વ તરફનો વાયુ...ઈત્યાદિ. બીજાં કારણોની સાથે પૂર્વના વાયુનો સદ્ભાવ હોય ત્યારે જ મેઘવૃષ્ટિ થાય છે. ૧૦૪. જ્યાં જ્યાં પ્રસંગ ઉપસ્થિત થયો છે ત્યાં ત્યાં ઋતુઆદિનાં વર્ણનોરૂપ વિષયો, જે કાવ્યનાં અલંકાર ગણાય છે તે આ કાવ્યકાર આપવા ચૂકયા નથી. અહિં જેમ વર્ષાઋતુનું તેમ અન્યત્ર શિશિરઋતુનું, અને ગ્રીષ્મઋતુનું-એમ તાદૃશ વર્ણન આપ્યા છે. સ્ત્રી-પુરૂષોના સુંદર સ્વરૂપ પણ ઉત્તમ ચિત્રકારની પીછીથી ચીતર્યા છે. ૧૦૫–૧૪. મલિન મેઘ. કૃષ્ણવર્ણા-કાળા મેઘ; (કારણ કે પાણીથી ભરેલા). ૧૦૫-૧૬. હંસ પક્ષીઓ...ચાલી નીકળ્યાં. કારણકે વર્ષાઋતુ એમને પ્રતિકૂળ છે. (વર્ષાઋતુમાં હંસ સંતાઈ જાય છે અને મયૂરોનું બળ વધે છે. શરદમાં એથી ઊલટું બને છે). ૧૦૬-૭. વને વને કલ્પદ્રુમ હોય ? સરખાવોઃशैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । સાધવો નહિ સર્વત્ર ધનં ન વને વને ! સુભાષિત. ૧૦૬-૭. તિથિએ તિથિએ...ઈત્યાદિ. હંમેશા પુનમે હોય ? ૧૦૮-૧૪. સૂર્ય ચંદ્રનાં દર્શન કરાવ્યાં. શાસ્ત્રકારોએ (શુદ્ધિ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૭૩
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy