________________
ઉચ્ચ પદવાળાની આ સ્થિતિ કરી છે ! અથવા તો એક કાંકરી પણ ઘડો ફોડે છે.
પુત્રોની સાથે આ પ્રમાણે પિતાને કલહ કરતો જોઈને લોકો કહેવા લાગ્યા-આ તો મુગ્ધ-બાળક હતા એમણે તો ભૂલ કરી, પણ તે જાણતાં છતાં (જાણી જોઈને) કેમ ભૂલ કરી ? એક જણ કુપને વિષે પડે તેથી બીજાએ પણ શું એમ કરવું ? શું તે નથી સાંભળ્યું કે પુત્ર કુપુત્ર થાય પણ પિતા કુપિતા ન થાય. આ પ્રમાણે સર્વ લોકો એકમુખે. એ સેડુબકની નિન્દા કરવા લાગ્યા; અથવા તો લોકો તો ક્ષણમાં સ્તુતિ કરે છે અને ક્ષણમાં નિન્દા પણ કરે છે. પછી લોકોના તિરસ્કારને લીધે સેડૂબકે કૌશામ્બી નગર ત્યજી દીધી; કારણ કે જનાપવાદના ભયથી રામે પણ સીતાને ત્યજી દીધી હતી.
(શ્રી વીરપ્રભુ શ્રેણિક રાજાને કહે છે) હે શ્રેણિક રાજા ! કૌશામ્બી નગરી પડતી મૂકીને એ સેડુબક વિપ્ર ચાલી નીકળ્યો તે તારે નગર આવ્યો ને આજીવિકાને અર્થે તારા દ્વારપાળનો આશ્રય લઈને રહ્યો; કારણકે વિદેશને વિષે ધનહીનની એવી જ વૃત્તિ હોય છે. હે રાજા ! જિનના વિહારથી જ લોકો પર ઉપકાર થાય છે માટે વિચરતા વિચરતા અમે એકદા આ નગરમાં પણ આવ્યા હતા. તે સમયે તારો દ્વારપાળ એ સેડુબકને “તારે હું આવું ત્યાં સુધી આ સ્થાનેથી જવું નહીં” એમ કહીને મને વંદન કરવા આવ્યો. પણ પાછળ સેડુબક બ્રાહ્મણ જાણે કાળમાંથી આવેલો રાંક ભિક્ષક હોય નહીં એમ દુર્ગાદેવીને શહેરીઓએ ચઢાવેલ બળિ ખાવા લાગ્યો.
અતિલોલુપ હતો તેથી તેણે કંઠપર્યન્ત ખાધું તેથી અને વળી ગ્રીષ્મા ત્રતુનો ઉત્કટ તાપ હતો તેથી તેને બહુ જ તરસ લાગી. એટલે એને વિચાર થયો કે આ જળચરો જે છે એમને પૂરાં ભાગ્યવાન સમજવાં. કે એઓ વિશ્વના જીવનભૂત એવા જળને વિષે જ પ્રથમ ઉત્પન્ન થાય છે. વળી રાત્રિ-દિવસ જળને વિષે જ રહ્યાં છતાં એઓ યથારૂચિ જળ ઉપર તરી આવે છે, અંદર ડુબકી મારે છે અને આડાઅવળા પણ ભમ્યા કરે છે. એટલું જ નહીં પણ આવું અમૃતસમાન ઠંડુ જળ નિરંતર
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૪૨