________________
યુવાનોને મતિ ક્યાંથી હોય ? સેડૂબકે પશુને અન્નની સાથે પોતાના અંગમાંથી નીકળતું મળ-પરૂ આદિ પણ આપવા માંડ્યું. એમ કરતાં
જ્યારે પશુની સાત ધાતુઓ મહા કુષ્ટરોગે ભેદી નાખી ત્યારે એને મારી નાખીને વિપ્રે પોતાના પુત્રોને સોંપ્યો. એમણે પણ પિતાનો અભિપ્રાય નહીં સમજીને એ પશુનું ભક્ષણ કર્યું. એટલે પિતા જાણે કૃતાર્થ થયો હોય નહીં એમ આનંદ પામવા લાગ્યો. એણે પુત્રોને કહ્યું-હું હવે નિશ્ચિત થયો છું એટલે કોઈ તીર્થસ્થળે જાઉં છું. આ જન્મનો તો આમ અંત આવ્યો માટે હવે અન્ય જન્મ કરવાની મારી ઈચ્છા છે.
પુત્રોને આ પ્રમાણે કહીને સેડૂબક બ્રાહ્મણ સર્પના રાફડા થકી નીકળી આવતો હોય નહીં એમ ઘર થકી ચાલી નીકળ્યો. ચાલતા ચાલતાં અસંખ્ય ભયાનક જાનવરોવાળા એક અરણ્યમાં આવી પહોંચ્યો. માર્ગના શ્રમથી થાકેલા અને સૂર્યના તાપથી અકળાઈ ગયેલા સેડુબકને, એના કુષ્ટરોગની સાથે સ્પર્ધા કરતી હોય નહીં એવી તૃષાએ મુંઝવ્યો. પાણી પાણી કરતો આમ તેમ ભટકતો હતો એવામાં એના જીવિતવ્યની આશા. સમાન એક પાણીનો ઝરો એની દષ્ટિએ પડ્યો. તીર પર ઉગેલાં હરીતકી-ખદીર-આમળા-લીંબડા-બાવળ વગેરે વૃક્ષોનાં પુષ્પ અને ફળ. એ ધરાના અત્યંત તપી ગયેલા જળમાં પડ્યા કરતાં હોવાથી એ જળ જાણે કવાથ (ઉકાળા) જેવું દેખાતું હતું. એવું જળ પણ સેડુબકે અમૃત સમાન માનીને પીધું; પ્રસ્તાવ એટલે અમુક અવસર જ ખરેખર વસ્તુઓને અમુલ્યપણું બક્ષે છે. જેમ જેમ એ જળ પુનઃ પુનઃ પીવા લાગ્યો તેમ તેમ એને વિરેચન થવા લાગ્યું. અને શરીરમાંથી કૃમિઓ. બહાર નીકળવા લાગ્યા. તેણે આ પ્રમાણે નિરંતર કરવું શરૂ રાખ્યું તેથી અલ્પ સમયમાં એની કાયા સુવર્ણની સમાન અત્યંત દેદિપ્યમાન થઈ. પોતાના શરીરની એ પ્રકારની કાન્તિ જોઈને તે અંત:કરણને વિષે અત્યંત હર્ષ પામવા લાગ્યો કે મેં સ્વપ્નને વિષે પણ આરોગ્યતા પ્રાપ્ત થશે એવું ધાર્યું નહોતું મહા બળવાન એવો વિધાતા અનુકૂળ હોય છે ત્યારે ન ધાર્યું હોય એવું બને છે; અને એ પ્રતિકૂળ હોય છે ત્યારે ધાર્યા કાર્ય પણ પડ્યાં રહે છે માટે હવે મારા કૌશામ્બીના
૪૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)