________________
જનો પારકી બુદ્ધિ પ્રમાણે વર્તન કરે તો તે યે સુંદર છે.
એવામાં અન્યદા ચંપાનગરીના રાજા દધિવાહન ભૂપાળે આવીને - પાળા-અશ્વ-હસ્તિ આદિથી કૌશાંબી નગરીને ચોતરફ ઘેરી; પરિધિ' ચંદ્રમાને ઘેરે તેમ. પણ શતાનીકરાજા કોઈ મોટો પ્રપંચ શોધતો અંદર જ રહ્યો. કારણ કે જે કાર્ય પરાક્રમથી અશક્ય હોય એ ઉપાય વડે કરવું (કહ્યું છે). બહુ સમય વીતવાથી દધિવાહન રાજાના સુભટો વિષાદ પામ્યા અને એણે પણ જાણ્યું કે કૌશાંબીનો કિલ્લો લઈ શકાય એવો નથી. પછી એણે વર્ષાકાળને વિષે ઘણો કાળ થવાથી ઘેર જવાને ઉત્કંઠા થઈ હોય નહીં એમ, પાછું ફરવા માંડ્યું.
એ વખતે પુષ્પને કારણે પેલો સેડુબક વિપ્ર ઉપવને ગયો હતો તેણે પાકી ગયેલા પત્રોવાળા વૃક્ષની જેવું, ખિન્ન થઈ ગયેલું સૈન્ય જોયું. એટલે સત્વર આવીને એણે શતાનીક રાજાને કહ્યું-હે સ્વામી ! તમારો શબુ થાકી પાછો જાય છે; માટે જો તમે પ્રયત્ન કરશો તો એનો પરાજય કરી શકશો; કારણ કે પ્રયત્ન મોટા વૃક્ષની પેઠે સમય આવ્યે ફળે જ છે. આવું બ્રાહ્મણનું યુક્ત વચન સાંભળીને ચંપાના રાજાના સૈન્ય પાછળ પોતાનું સૈન્ય લઈને, શતાનીકરાજા એકદમ ચાલ્યો; અને એમ જેમ જળનો વરસાદ વરસાવે તેમ તેણે તીરનો વરસાદ વરસાવી મૂક્યો. એનાથી દુઃખી થઈને ચંપાધિપતિ-દધિવાહન રાજાના સુભટો વૃષભો નાસે તેમ નાસવા માંડ્યા. તેથી સૈન્ય ત્યજી દઈ, બહુ અલ્પ સામગ્રી રહી હતી તે લઈને ચંપાનો રાજા પોતાને નગર પહોંચી ગયો; કારણ કે પોતે કુશળ (રો) હોય તો સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એનાં કોશ હસ્તિ આદિ (પાછળ રહ્યાં હતાં તે) શતાનીક રાજાએ પોતાને સ્વાધીન કર્યા; અથવા તો સ્વામી નષ્ટ થયે છતે એના સેવકોએ પણ શું નષ્ટ થવું?
પછી શતાનીક રાજાએ અત્યંત હર્ષ સહિત નગરીને વિષે પ્રવેશ કર્યો. પછી બ્રાહ્મણને કહ્યું- હે વિપ્ર ! તું તને ગમે એ માગ. પણ
૧. ચંદ્ર અને સૂર્યની આસપાસ ધૂમાડાના કુંડાળા જેવું દેખાય છે, તે “પરિધિ” કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૬