________________
(અપાવવામાં) કારણરૂપ એવું પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું. અનેક સત્વથી સંકીર્ણ એવું મુનિનું ચરિત્ર સાંભળીને રાજા, અભયકુમાર અને સર્વ માણસો વિસ્મય પામ્યા.
પછી કૃતજ્ઞતાના ગુણથી શોભતા એવા મુનિએ અભયકુમારને કહ્યું-તું જ એક મારો પરમ મિત્ર અને ધર્મબધુ છો. હે મહાબુદ્ધિ રાજપુત્ર ! તેં જે પ્રતિમા મોકલી હતી તેને નિરખ્યા કર્યાથી મને જાતિસ્મણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે બધુ ! તેં મને ધર્મ પમાડી સ્વર્ગના સુખ હસ્તગત કરાવ્યાં છે અને મને મોક્ષપદ આપ્યું છે. હું અનાર્યદેશરૂપી અંધારા કુવામાં પડ્યો હતો તેમાંથી તમારી બુદ્ધિરૂપી દોરડા વડે તમે મને ખેંચી લઈને ધર્મદેશના કુશળ તટ પર મૂક્યો છે. તમે મને પ્રતિબોધ પમાડ્યો એટલે જ મેં દીક્ષા ગ્રહણ કરી છે, માટે તમે મારા ગુરુ છો; કારણ કે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય પણ ધર્મ પમાડે એ ગુરુ કહેવાય. હું આ તમારો ઉપકાર કોઈ ભવમાં વાળી શકું એમાં નથી; કેમ કે સમ્યકત્વ પમાડનારને પ્રત્યુપકાર કરી શકાતો જ નથી.
અરે અભયકુમાર ! તું વિવિધ ભવ્યપ્રાણીઓને પ્રતિબોધ પમાડીને ઉત્તરોત્તર ધર્મકાર્યમાં નિરંતર વૃદ્ધિ પામતો જા. એ સાંભળીને અભયકુમારે કહ્યું- હે પ્રભુ ! એમ ન કહો; શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે તેમાં બીજા તો નિમિત્ત માત્ર છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપી સમગ્ર સામગ્રીની સહાયતા હોય તો જ પ્રાણીઓ પ્રાપ્ત કરવા યોગ્ય એવા પદાર્થોનું સંપાદન કરે છે એમાં કર્તાહર્તા કોઈ છે નહીં. પછી મહિપાળ, અભયકુમાર અને અન્ય સર્વ મુનિરાજને વંદન કરી સ્વસ્થાનકે ગયા; અને એ મુનિરાજ સહપરિવાર સમવસરણ પ્રત્યે પધાર્યા. ત્યાં શ્રી વીરપરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી યથાસ્થાને બેઠા અને એમના વાક્યામૃતનું પાન કર્યું. આ પ્રમાણે આ આર્ટૂકમુનિએ નિરંતર જિનેશ્વર ભગવાનની પર્યાપાસના વડે પોતાના આત્માને નિર્મળ કર્યો; રાખ વડે દર્પણને નિર્મળ કરે તેમ. અનુક્રમે ઘાતિ કર્મનો ક્ષય કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેટલેક કાળે સર્વ કર્મનો ક્ષય. કરી મોક્ષે ગયા.
૨૨૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)