________________
કે પારકું વગર પૈસાનું કૌતુક કોણ નથી જોતું ? ગોશાળે આર્દ્રકમુનિને કહ્યું-તમે આ કેશલોચાદિ ક્રિયા કરો છો તે સર્વ ઉષરભૂમિને વિષે બીજ વાવવાની જેમ વ્યર્થ છે; કારણ કે શુભાશુભ ફળ આપનારી એવી એકલી નિયતિ જ, સર્વ ધાન્યોને જેમ વૃષ્ટિ તેમ, સર્વ ભાવની હેતરૂપ છે. અથવા તો અશ્વો સર્વે અશ્વસમાન છે. હસ્તિઓ હસ્તિ જેવા છે, મનુષ્યો સર્વે મનુષ્ય જેવા છે, અને સ્ત્રીઓ પણ સર્વે સ્ત્રી તુલ્ય છે; વળી ટાઢ શિયાળામાં પડે છે, તડકો ઉનાળામાં પડે છે, અને વરસાદ ચોમાસામાં આવે છે-એ સર્વ બનાવોમાં નિયતિ જ કારણરૂપ છે. હે મુનિ ! જો એ ઠેકાણે નિયતિ કારણરૂપ ન હોય તો આ નિયતાકારકો બહુ અલ્પ છે તે કેમ હોય ? સ્વર્ગાદિ પણ જો પ્રાપ્ત થવાનાં હશે તો તે અહીં (આ પૃથ્વીપર) પણ પ્રાપ્ત થશે. માટે તમે તુષખંડની પેઠે વૃથા તપશ્ચર્યાનું દુઃખ સહન કરો છો.
ગોશાળાએ આ પ્રમાણે આક્ષેપ સહિત અને મોટે સ્વરે મુનિને કહ્યું તે સાંભળીને એ મુનિરાજથી પણ બોલ્યા વિના રહેવાયું નહીં, કારણ કે મૃગરાજસિંહ શું કોઈની પણ હાક સહન કરે ખરો ? એ સાધુ બોલ્યા-અરે ! તારો કપોલવાદ માત્ર પામરજનોની પર્ષદાને વિષે જ સારો છે; (કારણ કે) શિયાળીઆની કીકીયારી શિયાળીઆઓના ટોળાને વિષે જ દીપે છે. આ નિયતિ છતાં પણ કર્મ તો સ્વભાવની સાથે લાગેલું જ છે; કાળ અને ઉદ્યમ વિના કાર્યસિદ્ધિ થતી નથી. જો નિયતિ જ સર્વ ભાવવસ્તુઓનું કારણ હોય તો કોઠારને વિષે રહેલાં બીજ પણ કાર્ય કેમ ન સાધે (કેમ ન ઉગે)? “નિયતાકાર કાળ” એમ તેં પ્રતિપાદન કર્યું એટલે તેં સ્વયમેવ કાળને પણ પ્રમાણરૂપ માન્યો કહેવાય.
પણ નિયતિ પ્રમુખ વિના એકલો કાળ પણ હેતુરૂપ નથી. કારણ કે એમ હોય તો કોઈ વખત વર્ષાકાળને વિષે પણ વૃષ્ટિ થતી નથી એ કેમ બને ? પ્રતિમા બનાવવાને યોગ્ય અથવા અયોગ્ય એવા પાષાણ અથવા કાષ્ટના નિશ્ચિત દૃષ્ટાંતોથી ‘સ્વભાવ'ની હેતુતા પણ સિદ્ધજ છે; એટલે કે બીજાઓની સાથે ‘સ્વભાવ' પણ એક હેતુ છે, એમ સિદ્ધ થાય છે. વળી એ ‘સ્વભાવ' એકલો હેતુભૂત છે એમ પણ ન માનવું; અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૧૮