________________
માટે હે વિવેકી સામન્તો ! સર્વ પુરુષાર્થને સધાવવાવાળો એવો નરજન્મ પ્રાપ્ત કરીને ધર્મકાર્યને વિષે પ્રવૃત્ત થાઓ. મન-વચન અને કાયાએ કરીને નિરંતર ત્રસ અને સ્થાવર પ્રાણીઓની ઉત્તમ રક્ષા કરવી-કરાવવી અને કરવાની અનુજ્ઞા આપવી; તથા સર્વદા સર્વ પ્રાણીઓને વિષે અનુકમ્પાવાળું-લોકોને પ્રિય-અને પહેલેથી વિચારેલું એવું સત્ય ભાષણ કરવું; વળી સૂક્ષ્મ કે બાદર પણ પારકી વસ્તુને મહા સર્પના વિષને પેઠે ત્યજી દેવી; અને સર્વ દેવ-મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓને યાવજ્જીવ મન-વચન-કાયાએ કરીને માતા અને બહેન સમાન નિરખવી; તથા અપથ્યને વિષે જેમ રોગી કરે તેમ, બાહ્ય- અત્યંતર સર્વ પરિગ્રહને વિષે સદાકાળ મુર્છાનો ત્યાગ કરવો; એ ‘ધર્મ' કહેવાય છે. એ ધર્મ ઉત્કૃષ્ટ બન્ધુ સમાન છે. પરમવત્સળ મિત્ર જેવો છે; વળી દુઃખરૂપી સર્પને દૂર કરવા મહામંત્રતુલ્ય છે; અને પાપરૂપી વ્યાધિનું ઉત્તમ ઔષધરૂપ છે. જો તમે સ્વામિભક્ત હો તો હુંયે એનો પુત્ર છું એટલે એક સારસને માર્ગે બીજા સારસો ચાલે છે તેમ તમે પણ મારે માર્ગો ચાલો. પોતાના સ્વામીના પુત્રનો આવો ઉપદેશ સાંભળીને તેઓ બોલ્યા-અમારા ગૃહવાસને વિષે આપ અમારા સ્વામી હતા તો હવે તમારો બોધ પામેલા અમારા જેવાના આપ ગુરુ પણ થાઓ. માટે હે સ્વામી ! હવે અમને દીક્ષા આપીને આ સંસારમાંથી તારો; કારણ કે કુવામાં પડતો એવો કોણ માણસ હસ્તનો ટેકો નથી ઈચ્છતો ? પછી મુનિવરે એ સર્વ સામંતોને દીક્ષા આપી, કારણ કે મોટા પુરુષો સર્વદા હજારોના ઉદર ભરવાવાળા હોય છે.
પછી આગળ આર્દ્રકમુનિ અને પાછળ તત્કાળદીક્ષિત પાંચસો યે સાધુઓ એમ વિહાર કરતા એઓ જાણે ટૂથપતિ-હસ્તિ અને એનાં બચ્ચાંઓ ચાલ્યાં જતાં હોય નહીં એમ અત્યંત શોભવા લાગ્યા. એવામાં માર્ગને વિષે એ મુનિસિંહને, દુ:ખે જોઈ શકાય એવો, દુર્મુખ અને કલહપ્રિય ક્ષુદ્રવાદ્ય જેવો ગોશાળો સામો મળ્યો. પોતાને વિશેષ જ્ઞાની માનતો એ ગોશાળો વગર બોલાવ્યે વાચાળ થતો આવ્યો અને આર્દ્રકમુનિની સાથે વિવાદ કરવા લાગ્યો. એટલે ત્યાં તો ભૂચર પ્રાણીઓ, અને ખેચરવિદ્યાધરાદિ એકઠા થઈ ગયા અને નેત્ર પ્રસારીને જોવા લાગ્યા; કારણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૭