________________
જોયા. રાજા લોભી હતો છતાં પણ રત્નોને લીધા વિના પાછો ગયો; કારણ કે જ્યાં સુધી ભય બતાવવામાં આવતો નથી ત્યાં સુધી જ લજ્જા રહે છે. એટલામાં આકાશને વિષે દેવી બોલી- “આ ધન મેં શ્રીમતીને વર તરફથી વરણા તરીકે આપ્યું છે.” એ સાંભળી લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા ધનુર્ધારીની પેઠે રાજા વિલક્ષ થઈ ગયો. (ઝંખવાણો પડ્યો.) પછી સમસ્ત રત્નો શ્રીમતીનો પિતા પોતાને ઘેર લઈ ગયો; કારણ કે પોતાની મેળે ભેટ દાખલ આવી મળેલું ધન કોઈ મૂકી દે ખરો ? લોકો પણ આશ્ચર્ય પામતા પામતા ક્ષણવારમાં પોતપોતાને સ્થાને જતા રહ્યા; કારણ કે ગમે એટલાં કૌતુકો જોવાથી પણ કંઈ પેટ ભરાતું નથી.
હવે કેટલેક વર્ષે શ્રીમતી નાના પ્રકારના યુવાનોના મનરૂપી નેત્રોને વશ કરવાને કામણરૂપ એવી યૌવનાવસ્થાને પામી. તેના સોનારૂપાના નૂપુરોવાળા ચરણ જાણે કમળોને પરાજય કરીને (તેમણે) પ્રાપ્ત કરેલો એવો જે યશ-તેનાથી યુક્ત હોય નહીં એમ વિરાજવા લાગ્યા. હાથીની સૂંઢ જેવી એની બંને ઋજુલ અને કોમળ જંઘા એની કાયાની અને ચિત્તની જાણે સરલતા સૂચવતી હોય નહીં ! એવી હતી. એના ગોળ, વિશાળ, કદળીસ્તંભ જેવા ઉરૂ જાણે શંભુના નેત્રના અગ્નિથી તપી ગયેલા કામદેવે આલિંગન કરેલા હોય નહીં એવા શોભતા હતા. વળી કામદેવરૂપી ભિલ્લ અજીત થઈ પડ્યો છે; તે પણ એના મરૂદેશની ભૂમિ જેવા ઉચ્ચ નિતમ્બપ્રદેશોનો જ જાણે આશ્રય લઈને હોય નહીં ! ઉપર રહેલી ત્રિવલિવાળી એની કુક્ષિ પણ કૃશ હતી. અથવા તો વ(બ) લિથી પરાજય પામેલો એવો કોણ કૃશ નથી થઈ જતો ? એના વિસ્તારવંત અને પુષ્ટ વક્ષો જ જાણે યુવાનોના ચિત્તને મોહ પમાડવાને ઈન્દ્રજાળિકના બે ગોળા જ હોય નહીં એવા શોભતા હતા. ભુજાના અગ્રભાગે રહેલા એના બંને કર જાણે, એના ચન્દ્રવદનની શોભાને નહીં જોઈ શકવાથી પોતાના નાળવા રૂપી ચરણને ઊંચા રાખી પોતે અધોમુખે (મુખ નીચું કરી) રહેલા બે કમળો જ હોય નહીં એવા દીપતા હતા. ચંદ્રમાનું કલાવાપણું તો
૧. વત્નિ ને બદલે વનિ પણ કવચિત વપરાય છે. અને વનિ નો બળવાન એવો પણ અર્થ થાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૯