________________
નાખ્યો હોય એમ માનતો, અભયકુમારના ચરણનું સ્મરણ કરતો છતો નીકળી જવાનો આવો ઉપાય કરવા લાગ્યો :- એણે હંમેશાં અશ્વોને ખેલાવવાના મેદાનમાં પોતાનો અશ્વ ખેલાવવો શરૂ કર્યો; કારણ કે આળસ ખાઈ ગયેલા માણસોની કદાપિ સિદ્ધિ થતી નથી. પાંચસોએ અશ્વવારસુભટો એની પાસે ઊભા રહેતા અને એ (આદ્રકકુમાર) પોતાના અશ્વને ખેલાવતો ખેલાવતો દૂર જઈ અલ્પ સમયમાં પાછો આવતો. આ પ્રમાણે તેમને વિશ્વાસ પમાડી તે નિરંતર વધારે વધારે દૂર જવા આવવા લાગ્યો; અથવા તો ધર્મને માટે કપટ (કરવું એ) પણ સુંદર છે. એ આમ કરવા લાગ્યો એટલે સામન્તોને વિશ્વાસ બેઠો; અથવા તો એમ કરવાથી આખી પૃથ્વીને પણ વિશ્વાસ બેસે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
પછી એણે પોતાના વિશ્વાસુ માણસોને પોતાનો અભિપ્રાય જણાવ્યો; કારણ કે આપણું ચિંતિત નહીં અગુઢ રાખવાથી તેમ વળી નહીં અતિગઢ રાખવાથી સિદ્ધ થાય છે. એણે એમની પાસે સમુદ્રને વિષે એક પ્રહણ તૈયાર રખાવ્યું ને તેમાં, આત્માને વિષે જ્ઞાન પ્રમુખ ભરે તેમ, રત્નો ભર્યા. વળી પહેલેથી જ, જંગમ પ્રાસાદ જ હોય નહીં એવા એ વહાણને વિષે એણે શ્રી આદીશ્વરની પ્રતિમા પણ મૂકાવી. પછી પૂર્વની પેઠે અશ્વને ફેરવતો ફેરવતો એ બહુ દૂર જઈ અદૃશ્ય થઈ ગયો અને ક્ષણમાત્રમાં, ઉન્નત એવા ગુણસ્થાનને પ્રાપ્ત થયો હોય નહીં તેમ, એ પ્રવહણ પર આરૂઢ થયો.
આ પ્રમાણે એ આ ગુરુ સમાન નૌકા વડે મિથ્યાત્વરૂપ સાગરને ઉલ્લંઘીને, ભવ્ય પુરષ દર્શનને પ્રાપ્ત કરે તેમ, આર્યદેશ પ્રત્યે પામ્યો.
ત્યાં વાહનથકી ઉતરીને એણે સત્વર, એ પોતે અત્યારસુધી રાખેલી થાપણ જ હોય નહીં એવી શ્રી જિન પ્રતિમાને અભયકુમાર પાસે મોકલી દીધી, અને જિનમંદિર, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ-એ સાત ક્ષેત્રોને વિષે ધર્મબીજની વૃદ્ધિને અર્થે ધનનો વ્યય કર્યો. પછી યતિનો વેષ ધારણ કરી એણે ઉત્તમ મંત્ર જેવું સામાયિકસૂત્ર સુદ્ધાં પોતે ઉચ્ચર્યું. પણ એવામાં તો દેવતાએ ગગનને વિષે રહીને વાણી કહી કે-હે આદ્રકકુમાર ! તું જ સિંહની પેઠે શુરવીર અને સત્ત્વવાનું છે, કારણ
૨૦૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)