________________
એકબીજાથી દૂર રહેતા એવા પણ મેઘને અને મયૂરને મૈત્રી નથી શું ? આપણા અને એના પૂર્વજો વચ્ચે જે પ્રીતિ હતી તે પણ એ પ્રમાણે જ હતી માટે તું પણ એમજ કર, કારણ કે કુળનો સંપ્રદાય હંમેશાં શ્રેયસ્કર છે.” પિતાએ આમ કક્ષાથી, પત્નીને વિષે અનુરક્ત અને સાથે રણક્ષેત્રને વિષે ઉત્કંઠિત એવો સુભટ યુદ્ધને વિષે જઈ શકતો નથી તથા યુદ્ધથી દૂર પણ રહી શકતો નથી તેમ આÁકકુમાર પણ પિતાની આજ્ઞા છતાં અહીં રહી શક્યો નહીં, તેમ અભયકુમારના દર્શનની ઉત્કંઠા છતાં તેની પાસે પણ જઈ શક્યો નહીં. એટલે ત્યારથી એ સર્વદા, હસ્તિ જેમ મદના બિન્દુઓ વરસાવે તેમ, અશ્રુજળની ધારા વરસાવવા લાગ્યો. જે દિશાને વિષે અભયકુમાર રહેતો હતો તે દિશા તરફ નિરંતર મુખ કરીને એ ભોજન-આસન-સ્નાન-શયન પ્રમુખ ક્રિયાઓ કરવા લાગ્યો. પક્ષીની પેઠે પાંખ કરીને પણ ઊડીને એની પાસે એકદમ જવાને એ ઈચ્છવા લાગ્યો. એના વિના એને એકાન્તમાં કે માણસોના સાથમાં પણ, જળ વિના મલ્યને જેમ સ્થળને વિષે તેમ, ચેન પડતું નહીં. એથી એને મળવાની ઉત્કંઠાને લીધે પોતાના માણસો સુદ્ધાંને પૂછ્યું કેમગધ દેશ કઈ દિશાએ આવેલો છે તથા એમાં રાજગૃહ નગર પણ ક્યાં આવ્યું ?
પુત્રની આવી ચેષ્ટા જોઈને ભૂપતિએ પણ વિચાર્યું કે નિઃસંશય, હવે આ મારો પુત્ર અભયકુમાર પાસે ગયા વિના નહીં રહે; હું જોઈ રહીશ ને એ હાથમાંથી જતો રહેશે, કારણ કે જેનું મન ઉછળી રહ્યું છે કે કોઈ દિવસ રહે ખરો ? માટે હવે હું એને એવી સારી રીતે કબજામાં રાખું કે જેથી એ ભાગી જઈ શકે જ નહીં; કારણ કે પાંખ છતાં પણ પાંજરામાં પૂરેલું પક્ષી ક્યાં જઈ શકે ?” એમ વિચાર કરી એણે પોતાના પાંચસો સુભટોને આદેશ કર્યો કે તમારે આÁકકુમારને બંદોબસ્તમાં રાખવો અને મગધદેશ તરફ જવા દેવો નહીં.” રાજાનો આવો આદેશ થયો એટલે તો એઓ, કર્મપ્રકૃતિ જેમ સંસારી જીવની સાથે જ રહે છે તેમ, આદ્રકકુમારની સાથે ને સાથે રહેવા લાગ્યા; એને એકલો મૂકતા જ નહીં. એટલે તો એ પોતાને જાણે બન્દિખાને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૫