________________
વળી એ ઉત્તર નહીં સહન કરનારા ક્ષુધાતુર પ્રતિવાદીઓ એમ કહેવા લાગ્યા કે-સુધાએ પીડિત છતાં પણ રાક્ષસે એને એમ જવા દીધી, માટે એ રાક્ષસ જ ખરો સત્વવંત ઠર્યો; કેમ કે કુષ્ટ-જ્વર-અર્શ સોજોઉદર-સ્રાવ-પૃષ્ટ–અક્ષિ-દંત-મુખ અને શીર્ષ પ્રમુખની વેદના છતાં પણ માસ અને વર્ષ પર્યન્ત જીવિત ટકે છે, પણ ક્ષુધા તો એક ક્ષણવાર પણ સહન થઈ શકતી નથી. વળી ત્રણ ત્રણ લાંઘણ કરી અટવી ઉતરેલા જન્મથી જ દરિદ્રી સુધાનિધિ બ્રાહ્મણને ધૃતપૂરના ભોજનની જેમ એ રાક્ષસજાતિને માણસનું માંસ બહુ સ્વાદિષ્ટ લાગે છે.
પણ પરસ્ત્રીલંપટ પુરુષો તો કહેવા લાગ્યા-તમે સર્વ મૂર્ખ છો; પહેલો જરા વિચાર તો કરો; પછી નિર્ણય પર આવો. અસાધારણ રૂપથી વિરાજતી, કામપ્રિયા-રતિનો પણ પરાજય કરનારી અને દુષ્ટ વર્તનવાળા પુરુષરૂપી હસ્તિઓને બાંધવાને આલાનસ્તંભ જેવી એ સ્ત્રીને જેણે લીલામાત્રમાં મુનિને પેઠે સત્વર ત્યજી દીધી, એ માળીએ જ પરમ દુષ્કર કાર્ય કર્યું છે, કારણ કે મહાકવિને કાવ્યકૃતિને વિષે અને તર્કરૂપી ચક્ર ફેરવવાવાળાને વિવાદને વિષે જેવો રસ આવે છે તેવો તરૂણ પુરુષોને તરૂણ સ્ત્રીને વિષે રસ આવે છે.” (છેલ્લે) એટલામાં તો માતંગપતિ બોલ્યો-અરે ! તમે લોકો બદરીફળને વૃત્ત ક્યાં હોય તે જાણતા જ નથી. માટે રાજકુમાર પાસે ઉત્તર આપવાને તમારામાં કોઈને વિષે યોગ્યતા નથી. હે સ્વામી ! જેમણે સર્વ સુવર્ણના આભૂષણોથી યુક્ત એવી પણ. એ સ્ત્રીને એ પ્રમાણે રાત્રિએ છોડી દીધી, એ ચોરલોકો જ એકલા મહાદુકૃત કાર્ય કરનારા ઠરે છે. કારણ કે જેને અર્થે લોકો સમુદ્ર તરે છે, હજારો શસ્ત્રો વડે ઘોર યુદ્ધ કરે છે, નિરંતર વિવિધ પ્રકારની ધાતુઓને ધમે છે, ભયંકર રસકૂપિકાને વિષે પ્રવેશ કરે છે, નિત્ય કોદાળી વડે રોહણાચળને ખોદે છે અને અંગચ્છેદપૂર્વક દેવ પૂજન કરે છે, એવી પોતાની મેળે આવી મળેલી લક્ષ્મીને કહો કોઈ ક્યારે પણ. જવા દે ખરી ?
આ પ્રમાણે એ માતંગપતિને બોલતો જોઈને અભયકુમારે નિશ્ચય કર્યો કે આમ્રફળનો ચોર એજ છે. વિચક્ષણ પુરુષો એટલા માટે જ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૧