________________
જ આપના શત્રુ એવા આ અંધકારને મેં નિવિડપણે બાંધીને પકડી રાખ્યો. હતો.” એમ પદ્મિની સૂર્યને પોતાનામાંથી બહાર નીકળતા ભમરોના મિષથી અંધકારના સમૂહને બતાવવા લાગી.
ચક્રવાકપક્ષી જાણે વિયોગથી થયેલા જ્વરના દાહની શાંતિને અર્થે જ હોય નહીં એમ પોતાની પત્ની-ચક્રવાકીને પોતે બિસતંતુ આપવા લાગ્યો; અને ઘુવડ પ્રમુખ પક્ષીઓ અંધકારને વિષે જઈ રહેવા લાગ્યા. અથવા તો સૌને પોતપોતાના જેવાઓની જ સાથે સંગતિ હોય છે. અહો ! આ વાયુ પણ ભાગ્યશાળી ! કારણ કે અશરીરી છતાં પણ એ કમલિનીઓના સમૂહને, સર્વાગે ગાઢ આલિંગન દઈને એમની સુગંધીરૂપી લક્ષ્મીને હરણ કરી લઈ આવ્યો છે; અથવા તો એમ થયા સિવાય શૂરવીર પુરુષ થકી છુટકો થતો જ નથી. તે ક્ષણે દંપતી પોતાના સર્વે પ્રભાતનાં કાર્યો યથાપ્રકારે કરવા લાગ્યાં; કારણ કે સજ્જનો જે જે સમયે જે જે કરવાનું હોય છે તેને વિષે કદાપિ પ્રમાદ કરતા નથી. પ્રભાતે ઉઠીને જે પુરુષ પોતાનાં આધીન-ભક્તિયુક્ત-સુકોમળ-વિવેકી તથા સુખદુઃખને વિષે સમાન એવાં મિત્ર-કલત્ર અને તનયને જુએ છે તેને બહુ ધન્ય છે.
હવે શ્રેષ્ઠીકુમારે પણ “આ સ્ત્રી એવા ઉત્તમ ગુણોવાળી છે” એમ ચિત્તને વિષે વિચાર કરીને એને બંધુસમક્ષ કુટુંબને પાળવાનું કામ સોંપ્યું. કારણ કે એવા અનેક કુટુંબીઓ હોય છે કે જેમને સ્ત્રી જ પ્રમાણરૂપ છે. (આટલી વાત કહી અભયકુમારે લોકોને પૂછ્યું, “આ ભર્તાબાગવાન-ચોરલોકો અને રાક્ષસ એ ચારમાંથી કોણે સૌથી દુષ્કર કાર્ય કર્યું ?” એ કહો. એ સાંભળી ઈર્ષાળુ લોકો કહેવા લાગ્યા કેઅનન્તબુદ્ધિના નિધાન એવા ભર્યારે સૌથી દુષ્કર કાર્ય કર્યું; કારણ કે એણે એ સુંદર રૂપથી શોભતી પોતાની નવોઢા પ્રિયાને પોતે ભોગવ્યા પૂર્વે બીજાની પાસે મોકલી; કારણ કે એના કરતાં પ્રાણ આપવા એ સહેલા છે; અમારા જેવાને જો એમ થયું હોત તો અમે તો એ કટુભાષિણી પ્રિયાને પકડીને ખદિરની લાકડીના પ્રહારથી એવી જર્જરીત કરત કે છ માસ પર્યન્ત ખાટલે રહેત.”
૧૭૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)