________________
સ્ત્રી ! તું મને સત્વર તારી સાથે વિલાસ કરવા દે; કારણ કે મેં તને, તેં બહુ દિવસ પર્યન્ત ચોરેલાં પુષ્પો વડે હવે ખરીદી છે.” એ સાંભળી એ કુમારિકા બોલી-અરે ભલા માણસ, આ તું ઠીક નથી બોલતો. હું હજુ કુમારિકા છું અને પુરુષના સ્પર્શને યોગ્ય નથી; અથવા તો વેશ્યા જન જ આ સર્વને લાયક છે. હે માળી ! તું મારી પાસે શા માટે બોલાવે છે ? જો કોઈ માણસ તારી પુત્રી, બહેન, કે બહેનની પુત્રીને આવો અન્યાય કરે તો તું ગમે તે પ્રકારે એનું રક્ષણ કરે ખરો કે નહીં ?”
માળી બોલ્યો-હે કુંભસ્તની ! તું મહાપંડિતા જણાય છે. પણ હવે અહીં ઝાઝો લવારો કરવો રહેવા દે. હું તારી કોઈ ભારે પ્રતિજ્ઞા કરાવ્યા પછી જ તને છોડવાનો છું; તે પહેલાં નહીં.” કુમારિકો વિચાર્યું-આટલી મોટી વય થયા છતાં કુમારાવસ્થા ભોગવવી (અવિવાહિત રહેવું) એ અયુક્ત છે; વળી કૌમારાવસ્થા પણ જો અક્ષત નહીં હોય તો મને કોઈ પરણશે પણ નહીં, કારણ કે ભેદાયેલો મણિ કોણ ગ્રહણ કરે ?” એમ વિચારીને માળીને તેણીએ કહ્યું- હે દુરાગ્રહ ! તું મારી પાસે કેવી પ્રતિજ્ઞા કરાવવા માગે છે ?” એ સાંભળીને માળીએ પુષ્કળ સંકલ્પ વિકલ્પથી ચિત્તને વિહવળ કરી નાખીને કહ્યું- હે વિશાળ નેત્રવાળી ! તારે પરણીને આ તારા સુવર્ણના પાની પેઠે ચળકાટ મારતા તથા નવનીત સમાન કોમળ એવા અંગનો પ્રથમ મને ઉપભોગ લેવા દેવો; અથવા તો પહેલા બલિદાન દેવોને જ દેવું પડે છે. પછી કુમારિકાએ પણ “જમવા બેઠેલા માણસે ભોજનનો પહેલો કોળીઓ કાકપક્ષીઓને નાખવો પડે છે એમાં કંઈ અસત્ય નથી” એમ નિશ્ચય કરીને તેનું વચન માન્ય કર્યું. અને સિંહ પાસેથી નાસીને હરિણી પોતાના યુથને વિષે જતી રહે તેમ, તેની પાસેથી આમ અખંડશીલે છૂટીને હર્ષસહિત પોતાને સ્થાને ગઈ.
પછી એકદા કોઈ મોટા ધનવાન સાથે આદરસહિત લગ્ન કર્યા; અથવા તો કરિયાણું સારું હોય તો કાળાંતરે પણ લોકોને વિષે તેની કિંમત થાય છે એમાં સંશય નથી. એ દંપતીને એકત્ર થયેલાં જોઈને સૂર્ય પણ પશ્ચિમદિશાની સાથે સંગમોસુક હોય નહીં એમ અસ્ત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૫