________________
થઈ જતી કમલિનીની જેમ, આમ્રફળો તોડી લીધેલાં હોવાથી નિર્માલ્યા દેખાતા આમ્રવૃક્ષને એકાએક જોઈને ચેલ્લણા ચિત્તમાં બહુ વિષાદ પામી.
અને એ વાત એણે જઈને રાજાને કહી કે-હે આર્યપુત્ર ! કોઈએ આમ્રવૃક્ષની વાટિકાના ફળ તોડી લીધાં છે તેથી એ સુવસ્ત્રાલંકાર વિનાની વિધવા સ્ત્રી જેવી થઈ ગઈ છે.” પૃથ્વીપતિએ એ સાંભળીને તત્ક્ષણ અભયકુમારને આદેશ કર્યો કે-હે અભુતબુદ્ધિના નિધાન ! સત્વર આનો ચોર પકડી લાવ; કારણ કે જેને વિષે આવું લોકોત્તર સામર્થ્ય છે તેનાથી અંતઃપુરને વિષે પણ હાનિ થવાનો સંભવ છે. અભયકુમારે કહ્યું- હે પૂજ્યતાત ! ખાલી મોટી મોટી વાતો કરવી એમાં કાંઈ પ્રભુતા આવી જતી નથી, આ આમ્રફળના ચોરને શોધી લાવી ન્યાસ દાખલ મૂકેલી વસ્તુને તેના મૂળસ્વામીને પાછી સોંપવી એમાં જ ખરી પ્રભુતા છે.
હવે અભયકુમાર તો ચોરને પકડવાને માટે માણસોના વેષ ભાષણ અને ચેષ્ટિતને નિહાળતો નિહાળતો, કૌતુકવાનું વિદેશીય યુવાનની પેઠે, માર્ગને વિષે ત્રિક-ચતુષ્ક-ચત્ર પ્રમુખ સ્થળોએ ભમવા લાગ્યો. એ રાજપુત્ર બહુબહુ ઉપાયો વડે આમ્રફળના ચોરની ગવેષણા કરવા લાગ્યો; તોપણ, વૈદ્યને રોગીજનની નાડીનો ધબકારો જણાતો નથી તેમ એ એને ક્યાંય જણાયો નહીં. એવામાં એક વાર કોઈ સ્થળે નાગરિકજનો સંગીત કરાવતા હતા ત્યાં સુદ્ધાં રાજપુત્ર ચોરને મેળવવાની આશાએ ગયો; અથવા તો પોતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાવાળા જનો ચિત્તને વિષે કદાપિ ઉદ્વેગ રાખતા નથી. ત્યાં કુમારને આસન આપીને એક જણ બોલ્યો-“હે સ્વામી ! કૃપા કરીને ક્ષણવાર આ આસન પર બિરાજો.” કારણ કે સ્વામીજન પ્રતિ કયો માણસ સત્કાર નથી કરતો ? નાગરિકનો એવો વિવેક જોઈ મંત્રીશ્વરે આસન ગ્રહણ કર્યું; અને કહ્યું કે-જ્યાં સુધી હજુ નાટ્યકારો નથી આવ્યા ત્યાં સુધી હું એક કથા કહું છું તે સાંભળો કારણ કે રસિકજનોને ક્ષણમાત્ર વિનોદ વિના બેસી રહેવું ગમતું નથી.” એ સાંભળી અંજલિ જોડીને પૌરજનો બોલ્યા-હે બૃહસ્પતિની જેવી બુદ્ધિવાળા કુમાર ! આપની મોટી મહેરબાની. આપની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૩