________________
એકદા તે રાજાને કહેવા લાગી-હે પ્રિય સ્વામિ ! મને એક સ્તંભનો એક સુંદર મહેલ કરાવી આપો; કે જેથી હું, શિખાને લીધે એક મયૂરી બીજીઓથી ચઢે છે તેમ, આપની અન્ય રાણીઓથી વિશેષ થાઉં. હું આપના પ્રસાદથી અતિસુખને લીધે ઉદય કે અસ્ત કંઈ જાણતી નથી; તેથી, હે પ્રાણપતિ ! મહાવિમાનને વિષે સુરાંગનાઓ ક્રીડા કરે છે તેમ, હું ત્યાં રહીને ક્રીડા કરવાને ઈચ્છું છું.” મહીપતિએ એ વાતની હા કહી; કારણ કે પ્રિયાને અર્થે પુરુષ શું શું નથી કરતો ? પછી એણે “ચલ્લણાને રહેવા માટે આકાશ સાથે વાતો કરતો એક સુંદર એક સ્તંભનો મહેલ તૈયાર કરાવ.” એમ અભયમંત્રીશ્વરને આદેશ કર્યો; કારણ કે જેનાથી પોતાનું પ્રયોજન નિષ્પન્ન થાય એવાને જ સ્વામીએ પોતાનું કાર્ય સોંપવું. આ અભયકુમારે પણ વાસ્તુ વિદ્યાને વિષે પ્રવીણ એવા સુથારને એ કામનો આદેશ કર્યો; કારણ કે જે ઉદાર ચિત્તવાળા પુરુષોને અન્ય માણસો કાર્ય કરનારા હોય છે તેઓ પોતે શું કદિ કાર્ય કરે છે ખરા ?
પછી એ સુથારે અભયમંત્રીશ્વરના આદેશથી તંભને અર્થે અરણ્યને વિષે જઈ, ખરીદી કરનારો બજારને વિષે કરિયાણાની પરીક્ષા કરે છે તેમ, સર્વત્ર વૃક્ષેવૃક્ષની પરીક્ષા કરવા માંડી. એમ કરતાં, પ્રસન્ન અને રસયુક્ત કાવ્યને વિષે કવિજનનું મન વિશ્રમે છે તેમ, એકાદ વૃક્ષને વિષે એનું મન વિશ્રામ પામ્યું. યોગ્ય લક્ષણથી ઉપલક્ષિત એવા એ તરૂવરને નિહાળીને એણે હૃદયને વિષે વિચાર કર્યો કે-ગાઢ છાયાવાળું આ વૃક્ષ બે ભાગમાં વહેંચાયેલું છે; વૃષભની પેઠે એ પુષ્ટ સ્કંધ યુક્ત છે; રાજાની પેઠે છત્રવાળું છે; વેદની પેઠે શાખા અને પ્રશાખાનું ધામ છે, અને સમુદ્રની પેઠે ઉલ્લાસ પામતા પ્રવાળાનું સ્થાન છે. વળી એ પવિત્ર નરેશ્વરની પેઠે પુષ્ય યુક્ત છે; પુણ્યના અધિક આરંભની પેઠે ફળોએ કરીને સહિત છે; મગધેશ્વરના રાજ્યની પેઠે ઊંડા મૂળવાળું છે અને સાધુપુરુષના મનની જેમ પૃથુ અને ઉન્નત છે.
૧. (૧) થડ (૨) ખભા.
૧૬૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)