________________
બીજાને કોને કહેવું, અથવા અમારે કરવું પણ શું ? અમે તો એ સસલાને વિષે દયાર્દ ચિત્તવાળા એ મેરૂપ્રભ હસ્તિની હર્ષ સહિત સ્તુતિ કરીએ છીએ, પુનઃ પુનઃ સ્તવના કરીએ છીએ.
હે મેઘમુનિ ! એ દાવાનળ અઢી દિવસ પર્યન્ત રહીને શાંત પડ્યો; અથવા તો કાળે કરીને ઘાસ પણ પાકી જાય છે. દવ શમ્યો એટલે સિંહ પ્રમુખ પ્રાણીઓ, શત્રુનું સૈન્ય જતું રહ્યા પછી લોકો દુર્ગ(કિલ્લા) થકી નીકળે તેમ, સ્પંડિલ થકી બહાર નીકળ્યા. તે વખતે તું પણ તૃષાતુર હોઈને તેં અધ્ધર રાખેલો પગ, દુર્ગતિના મસ્તક ઉપર જ હોય નહીં એમ ભૂમિ પર મૂકીને જળપાન કરવાને દોડી જવાનું કરવા લાગ્યો,
ત્યાં તો ચિરકાળ પર્યન્ત પગ એ પ્રમાણે એક જ સ્થિતિમાં રહેવાથી, દેહ ખિન્ન થવાને લીધે તું ગિરિવરનું શિખર પડે તેમ પૃથ્વી ઉપર તૂટી પડ્યો. ત્યાં ગીધ અને કાક પ્રમુખ પક્ષીઓએ તારા જેવા તૃષાતુરની કદર્થના કરી તેથી જ, અહો ! એઓ નરકને વિષે પણ પંચકુળ થયાં. અને તેં અહંપણાને લીધે એ પ્રમાણે સસલા ઉપર કરૂણા કરીને વ્યથા સહન કરી તેથી તું વણિકજન રત્નનો સમુચ્ચય પામે તેમ નરભવ પામ્યો. તારું સર્વ સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી શ્રેણિકરાજાના પુત્રપણે ઉત્પન્ન થયો, કારણ કે દયા ખરેખર કામધેનુ જ છે. (શ્રી વીર પ્રભુ કહે છે) હે મેઘકુમાર ! તેં પશુના અવતારને વિષે એક સસલા જેવાને વિષે દયાળ થઈને એવી વેદના સહન કરી તો, હે વિવેકી ! આ વખતે ફક્ત સાધુઓનો સંઘટ્ટ થયો તેમાં કેમ મુંઝાયો ? આવા શીલધારી મુનિના ચરણ તો નિત્ય કોઈ ભાગ્યશાળીના જ શરીર પર પડે છે; કારણ કે અમૃતની વૃષ્ટિ કંઈ સર્વની ઉપર થતી નથી.
એ સર્વ સાંભળીને મેઘમુનિને તેનાં બંને પૂર્વભવનું સ્મરણ થયું; અથવા તો એ અનન્ત હોય તોપણ સ્વામિના પ્રસાદથી યાદ આવે જ છે. આમ પ્રભુએ તેનું દુન દૂર કરાવીને તેનામાં સંવેગ ઉત્પન્ન કર્યો; કારણ કે વૈદ્ય પણ શોષનો નિગ્રહ કરીને અમૃતમયકળા નથી ઉત્પન્ન કરતો શું ? (પછી) એણે ચિત્તને વિષે આદ્રતા કરીને જાણે કાયાને વિષે પણ એ આદ્રતા કરવાની ઈચ્છા રાખતો હોય એમ, હર્ષાશ્રુ સહિત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૭