________________
એવામાં એકવાર પુનઃ દાવાનળ પ્રકટ્યો એટલે તું ભયભીત ભિલા જેમ પર્વત પર જતો રહે તેમ, તારા યુથને લઈને તું સ્પંડિલો પ્રત્યે દોડી ગયો. ત્યાં તો પહેલું સ્પંડિલ, વૈરભાવ ત્યજી દીધો છે જેમણે એવા મૃગાદિ પ્રાણીઓએ રોકી દીધું હતું; કારણ કે સમાન એવા દુઃખને વિષે શત્રુવટ જતી રહે છે અને મિત્રતા થાય છે. પછી તું આગળ ચાલ્યો તો બીજું સ્પંડિલ પણ એ જ પ્રમાણે રોકાયેલું હતું; કારણ કે ખપ પડે છે ત્યારે આપણી પોતાની વસ્તુ પણ મળતી નથી. એ બંને સ્પંડિલા એ પ્રમાણે રોકાઈ જવાથી તું તારા પરિવાર સહિત ત્રીજા સ્થંડિલને વિષે જઈને રહ્યો; અથવા તો આપણી પાસે સારી રીતે દ્રવ્યાદિ હોય તો થોડો ઘણો ઉપકાર કરવો જ. ત્યાં તેં ખરજ આવવાથી તારો એક પગ ઊંચો કર્યો તે જાણે ઊંચી ઊંચી ગતિ પ્રાપ્ત કરવાને તેં પ્રસ્થાન જ કર્યું હોય નહીં ! પણ એટલામાં બલવાન જાનવરોથી પ્રેરાયેલો એક ભયાતુર દીન સસલો ઓચિંતો એ તેં ઊંચા કરેલા પગને સ્થાને આવીને ઊભો રહ્યો. એટલે હે મેઘ ! તું એ સસલા પર દયાળુ હોઈને, ત્રેતાયુગને વિષે જેમ ધર્મ તેમ, ત્રણ પગે જ નિશ્ચળ ઊભો રહ્યો.
અહો ! જેને વિષે આવી ઉત્કૃષ્ટ દયા દષ્ટિગોચર થાય છે એવા તિર્યગભવને પણ ધન્ય છે ! એ (દયા)ની ઓળખાણ પણ જેમાં નથી એવા મનુષ્યભવે કરીને શું (લાભ છે) ? દયાની સંગાથે પરિચય છે. જેને વિષે એવો પશુજન્મ પણ ભલે પ્રાપ્ત થાઓ; પણ જેને વિષે એ દયા માણસને લેશપણ રૂચિકર થતી નથી એવો મનુષ્યભવ તો જોઈએ જ નહીં. તત્ત્વનું લક્ષણ તો કરૂણા જ છે એમ તિર્યંચો સુદ્ધાં સમજે છે, પણ કુતીર્થિઓ તો નાના પ્રકારના શાસ્ત્રના પારંગત છતાં પણ એ વાત જાણતા જ નથી. અથવા તો જેમનાં નેત્રો મિથ્યાત્વથી છવાયેલાં છે એવાઓ તો એક બાજુએ રહ્યા; પણ જેઓ જિન ભગવાન્ના અનુયાયી છે એમના ચિત્તને વિષયે કરૂણા નથી એજ અમને દુઃખ થાય છે. “સર્વ પ્રાણીની રક્ષા' ને પ્રતિપાદન કરનારું એવું જિનેશ્વરનું વચન જેઓ નિરંતર શ્રવણ કરે છે, ચર્ચે છે તથા સભાને વિષે સમજાવે છે એવા જૈનો પણ જ્યારે દયા ધારવાને વિષે શિથિલ થાય છે ત્યારે અમારે
૧૪૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)