________________
ભગવાને શરીરનો શ્રમ દૂર કરવાને દેવચ્છન્દનો આશ્રય લીધો. કારણ કે એમની પણ કાયાને શ્રમ થાય છે.
હવે પછી શ્રુતકેવલી ગૌતમસ્વામીએ પ્રભુના પાદપીઠ પર બેસીને દ્વિતીય પૌરૂષીને વિષે દેશના આપી. અસંખ્યભવ પર્યન્ત એણે આત્માને યથાપ્રકારે પ્રતિપત્તિ કરાવીને લોકોના વિવિધ પ્રકારના સંશયો ટાળ્યા છે, પણ એ કેવળી નથી એમ છદ્મસ્થોને જાણ પણ પડી નથી. કારણ કે જેના પર જિનેશ્વરનો હાથ હોય તેના વિષે શું શું ન સંભવે ? દેશનાને અંતે રાજા પ્રમુખ સૌ પોતપોતાને સ્થાને ગયા; કારણ કે તીર્થંકર મહારાજની આઠ પહોર પર્યન્ત સેવા તો કોઈ (વિરલ-ભાગ્યશાળી)ને જ પ્રાપ્ત થાય છે.
હવે મેઘકુમારે પણ માતા પાસે જઈ ચરણે નમીને વિનય સહિત વિજ્ઞાપના કરી કે હે માતા ! હું સુરેન્દ્રોની પરંપરાએ સેવેલા શ્રી જિનપતિના ચરણકમળને નમસ્કાર કરીને તથા તેમના મુખ થકી ધર્મદેશના શ્રવણ કરીને આવું છું. તેથી આ વખતે મારું અંતઃકરણ ગગનને વિષે ઊંચે આરૂઢ થયેલા ચંદ્રબિંબની પેઠે અત્યંત વિરક્ત થયું છે. માટે તમારી સહાયથી મને એવી રીતે મુક્ત કરો કે હું વ્રત ગ્રહણ કરું કારણ કે ઉત્તરસાધક વિના સિદ્ધિ થતી નથી. આવું કટુવાક્ય જેના શ્રવણપથને વિષે પડતું નથી તેને ધન્ય છે એમ જ જાણે કહેતી હોય નહીં એમ ચિત્તહારિણી મૂર્છા ધારિણીની પાસે ગઈ (ધારિણીને મૂર્છા આવી). પછી જળથી લતાને જ જેમ, તેમ ચંદનનો રસ સિંચાવાથી તથા શીતળ પંખાના વાયરાથી તેને સચેતન કરી એટલે તે ગદ્ગદ વાણીથી બોલી-નાના પ્રકારની માનતાઓ માની ત્યારે મને તારા જેવો લોકદુર્લભ પુત્ર પ્રાપ્ત થયો છે. હે બન્ધુસમાન વત્સલ પુત્ર ! સમકિત વિના ચારિત્રની જેમ તારા વિના મારું જીવિત ક્ષણમાત્રમાં જતું રહેશે. માટે હે માતૃભક્ત ! હું જીવું ત્યાં સુધી ગૃહને વિષે રહીને તારી અમૃતકલ્પ દૃષ્ટિથી મારાં અંગોને શીતળતા પમાડ. તારી એવી જ ઈચ્છા હોય તો
૧૩૪
૧. (૧) રાગ વિનાનું-નીરાગી; (૨) (ચંદ્રપક્ષે) વિશેષ રાગવાન્.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)