________________
કુશળતા તથા તીર્થસેવાથી, દીપી નીકળે છે. એ (સમક્તિ) વિના સકળ અનુષ્ઠાન તુષ (ફોતરા)ના ખંડનની જેમ, હસ્તિના સ્નાનની જેમ, અરણ્યના ગીતની જેમ, કાસવૃક્ષના પુષ્પની જેમ, કૃપણની આગળ પ્રાર્થનાની જેમ, ચક્ષરહિત જનની આગળ નૃત્યની જેમ, અને બધિરપુરુષની આગળ ગાયનની જેમ વૃથા છે; અને એનાથી (એ જો હોય છે તો) ક્રિયા સર્વે, ચંદ્રમાથી જેમ રાત્રિ, નરેશ્વરથી જેમ રાજ્યલક્ષ્મી તથા. સ્વામીથી જેમ પત્ની શોભે છે તેમ અત્યંત શોભી ઊઠે છે. માટે એ સમક્તિ ધારણ કરનારાઓએ તત્કાળ મોક્ષગતિ પમાડનારો યતિધર્મ આદરવો યોગ્ય છે. પણ જેઓમાં એવી શક્તિ ન હોય તેમણે પરંપરાએ મુક્તિ આપનારો એવો ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવો; કારણ કે પગથીએ પગથીએ ચઢતા અનુક્રમે મહેલે પહોંચાય છે. આમાં પણ જેઓ અશક્ત હોય તેમણે સમ્યકત્વ તો ધારવું જ; કારણ કે તે ચિરકાળે પણ સિદ્ધિ પમાડે છે; કેમ કે નિધાન પણ ભવિષ્યને વિષે ઉપકાર નથી કરતો શું ?
શ્રી વીરસ્વામી આ પ્રમાણે દેશના દેતા હતા એવે સમયે, દુર્બળ સ્ત્રીઓએ ખાંડેલી અને બલિષ્ટ સ્ત્રીઓએ ઝાટકીને મુકેલી અણિશુદ્ધ ઉત્તમ કલાશાળનો, રાજાના ગૃહને વિષે જ સિદ્ધ થયેલો આટકપ્રમાણ બળિ પૂર્વ દિશાના દ્વારેથી અંદર આવ્યો. તત્ક્ષણ પ્રભુએ દેશના બંધ કરી. ત્યાં જ દેવતાઓએ ઉત્કટ સુવાસમય ગંધ પદાર્થો ફેંક્યા; જાણે કે એ બલિના વેષમાં રહેલા પુણ્યને વશ કરવાને યોગ્ય ચુર્ણજ ફેંકતા હોય નહીં (પછી) સ્થિતિ આવી જ છે એમ બતાવતા હોય નહીં એમ એ બળિને ઉડાડવામાં આવ્યા; તેથી દિવસે પણ જાણે આકાશ ક્ષણવાર તારાતારામય થઈ રહ્યું. પછી પાછા તત્ક્ષણ નીચે પડતા પહેલાં એ બળિમાંથી અર્ધને તો, મરજીવા લોકો અગાધ જળને વિષે પડતા મણિ આદિને લઈ લે તેમ વેગથી દેવતાઓ લઈ ગયા. તેના અર્ધ રાજાએ લઈ લીધા અને બાકીના બીજા સામાન્ય જનોએ લીધા; અથવા તો ધર્મમાં તેમજ કર્મમાં ક્રમવાર જ લાભ મળે છે. એ બળિનો એક પણ સિકળ જેના મસ્તક પર પડે તેના છ છ માસના રોગો હોય તે પણ
Hin11111111111111
૧૩૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)