________________
- પોતાના શુભાશુભ ગ્રહાચાર વિષે પ્રશ્ન કરે છે; ને તેં તો તને પ્રાપ્ત થયેલા એવા આ તનુજને, પુણ્યહીન જન ચિંતારત્નને ત્યજી દે તેમ ત્યજી દીધો !
રાણીએ એ બધું સાંભળીને ઉત્તર આપ્યો-હે સ્વામિ ! આપ જે કહો છો તે સર્વ સત્ય છે, પરંતુ આપને આ, ઉગ્રસેન રાજાને કંસ થયો હતો તેમ, પુત્રરૂપ એક મહાન શત્રુ ઉત્પન્ન થયો છે; નહીં તો, એ ગર્ભમાં આવ્યો ત્યારે મને આવો મહાઘોર દોહદ કેમ થાય ? માણસના ઉદરમાં લેશ પણ લસણ જાય છે ત્યારે શું અતિ દુર્ગધ નથી ઉત્પન્ન થતી ? પણ રાજા તો પુત્ર પર સ્નેહાળ હોવાથી બોલ્યોહે હરિણાક્ષી ! ભલે વૈરી નીવડે તો પણ એ પુત્ર છે; કારણ કે પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. અહો ! તું વિચક્ષણ થઈને, આમ તારા પહેલા જ બાળકનો ત્યાગ કરે છે, તો કુશના અગ્રભાગની ઉપર રહેલા જળબિન્દુઓની પેઠે તારાં શેષ બાળકો કેવી રીતે સ્થિર (સ્થિતિમાન-હયાત) રહેશે ? ચેલ્લણાને પોતાને એ રૂચિકર નહોતો છતાં ફક્ત રાજાની આજ્ઞાથી એણે એને વધાવી લીધો; કારણ કે સતી સ્ત્રીઓથી કદિ પણ પતિની આજ્ઞાનો ભંગ થાય ? ચન્દ્રમાના દ્રવ જેવી પોતાની કાન્તિ વડે એ બાળકે અશોકવાટિકાને વિષે ઉધોતા કરી મૂક્યો હતો તેથી રાજાએ એનું “અશોકચંદ્ર' એવું નામ પાડ્યું. પણ ત્યાં કુકડાએ તેની એક કનિષ્ટ આંગળી કરડી હતી તેની પીડાને લીધે તે બહુ રૂદન કરવા લાગ્યો; પણ તેને જ્યાં ફેંકી દીધો હતો ત્યાં એ આટલાથી જ (જીવતો) બચ્યો એ જ આશ્ચર્ય હતું. રાજા તેની એ આંગળીને પોતાના મુખને વિષે રાખવા લાગ્યો તેથી તેની ઉષ્માથી એને સુખ થયું. પછી જ્યારે તેનો વ્રણ રૂઝાઈ ગયો ત્યારે આંગળી કુણિત (ટૂંકી) થયેલી દેખાઈ; તેથી તેના સમાનવયના ગોઠીઆઓએ મળીને તેનું કુણિત નામ પાડ્યું. કારણ કે એ મશ્કરીમાં (ઘણીવાર) એવું અપનામ (ખરાબ નામ) પાડે છે.
અનુક્રમે રાણીએ, પૂર્વ દિશા જેવી રીતે પૂર્ણિમાને દિવસે સૂર્યચન્દ્રને જન્મ આપે છે તેવી રીતે, હલ્લ અને વિહલ્લ નામના બે તેજસ્વી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
લ્પ