________________
કરીને હાથણી કલરત્નને જન્મ આપે તેમ સર્વ અંગે સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપ્યો. રાણીએ તેને તેના પિતાનો મહાશત્રુ જાણીને તેજ વખતે દાસીને કહ્યું-આને તું કોઈ સ્થાને જઈને મૂકી આવ; કારણ કે શરીરમાં ઉત્પન્ન થયેલો છતાં પણ દુઃખ દેનારો એવો “વાળો” (એ નામનો જંતુ) ત્યજી દેવા લાયક નથી ? દાસી પણ એને જાણે વનદેવતાઓની ક્રીડાને અર્થે જ હોય નહીં એમ, અશોકવાટિકાને વિષે મૂકી આવી. પણ તે પાછી વળી તે વખતે દૈવયોગે રાજાએ તેને પૂછ્યુંભદ્રે ! તું ક્યાં જઈ આવી ? તેણે કહ્યું-હું રાણીના આગ્રહથી બાળકને મૂકવા (ત્યજી દેવા) ગઈ હતી; કારણ કે જેનું અન્ન ખાતા હોઈએ તેનો આદેશ ઉઠાવવો પડે છે, પછી તે શુભ હોય અથવા અશુભ હોય.
એ સાંભળી માર્જર પ્રમુખ જાનવરોથી એનો નાશ થશે એવી શંકાએ, ત્વરિત પગલે રાજા ત્યાં ગયો અને પુત્રને બંને હાથે ઉપાડી લીધો; કારણ કે પિતાના જેવો પુત્ર પર ક્યાંય સ્નેહ હોય ખરો ? પછી રાણી પાસે આવીને તેણે કહ્યું- હે સુજ્ઞ અને વિવેકવાળી કુલીન રાણી ! મ્લેચ્છજનોની સ્ત્રીઓ પણ ન કરે એવું આ કુકર્મ તેં શું કર્યું? જેમને આપણા જેવું જ્ઞાન નથી એવી તિર્યંચની સ્ત્રી પણ, બહુ પુત્રવાળી હોય તોયે પોતાના ઔરસ પુત્રને ત્યજી દેતી નથી; તો તારા જેવી મૃત્યુલોકની સ્ત્રીથી તો કેમ ત્યજી દેવાય ? જનસમૂહને પૂજ્ય એવું રાજ્ય મળી શકે, અવિનાશી એવો રાજાનો અનુગ્રહ પણ પ્રાપ્ત કરી શકાય, સૌભાગ્યલક્ષ્મીના જેવી તેજોમય લક્ષ્મી પણ મળી શકે, કામદેવ સમાન સ્વરૂપ પણ મળી શકે, તાપ રહિત એવો કળાઓનો સમૂહ પણ મળી શકે, રોગોપદ્રવરહિત સર્વ ભોગ પણ પ્રાપ્ત થઈ શકે, અને શત્રુઓને દુ:ખ દેનારી એવી ઉજ્વળ કીર્તિ પણ પ્રાપ્ત થઈ શકે; પણ પુત્રરત્ન તો ક્યાંયથી પણ મળી શકે નહીં. એને માટે તો સ્ત્રીઓ રાત્રિદિવસ દુર્ગા પ્રમુખ દેવીઓનું પૂજન કરે છે, વૃક્ષનાં મૂળ ઘસી ઘસીને પીએ છે, ભુજાએ રક્ષાપોટલી તથા કડાં બાંધે છે, અને અનેક જ્યોતિષીઓને
૧. કલભ એટલે હાથીનું બચ્યું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)