________________
ઉપર દક્ષિણ અને ઉત્તર શ્રેણીનાં રાજ્યો આપ્યા. તે દિવસથી તે બંને આનંદથી ત્યાં રાજ્ય કરતા રહેવા લાગ્યા.
આ બાજુ ભરતેશ્વરે ત્યાં આવી તે બંનેની પાસે પોતાના નામથી અંકિત બાણ નાંખ્યું. આથી કોપાયમાન થઈ તે બંને યુદ્ધ કરવા તૈયાર થયા. તેમની આજ્ઞાથી બીજા વિદ્યાધરો પણ મોટા સૈન્ય સાથે ત્યાં આવ્યા અને ચક્રવર્તી સાથે યુદ્ધ શરૂ કર્યું. બંને સૈન્યો વચ્ચે સમાનપણે યુદ્ધ થતાં બાર વર્ષ પસાર થયા. છેવટે ચક્રવર્તીના સૈન્યથી પરાભવ પામેલા નમિ-વિનમિ ભારત પાસે આવી પ્રણામ કરી કહેવા લાગ્યા કે, ખરેખર ! ચક્રવર્તી એવા તમારાથી વધારે શૂરવીર કોઈ નથી. માટે તે સ્વામી ! આજથી અમે તમારી આજ્ઞામાં રહીશું.' આમ કહી, વિનમિએ સુભદ્રા નામની પોતાની પુત્રી સ્ત્રીરત્ન તરીકે ચક્રવર્તીને આપી. બીજા વિદ્યાધરોએ પણ પોતપોતાની પુત્રીઓ વિદ્યાસહિત ચક્રવર્તીને આપી. ત્યારબાદ નમિ-વિનમિએ વિરક્ત થઈ, પોતાના પુત્રોને રાજય સોંપી, શ્રી ઋષભદેવ પાસે વ્રત અંગીકાર કર્યું.
હવે, ભરતેશ્વર ચક્રને અનુસરીને ચાલતા ગંગા નદીને કાંઠે આવ્યા. ત્યાં છાવણી નાંખી. રાજાની આજ્ઞાથી સેનાપતિ ગંગા નદી ઉતરીને ગંગાના ઉત્તર નિકૂટને સાધીને પાછો આવ્યો. ચક્રવર્તીએ અઠ્ઠમનો તપ કર્યો, તેનાથી ગંગાદેવી સિદ્ધ થઈ. તેણે ચક્રવર્તીને સુવર્ણના બે સિંહાસન તથા ૧૦૦૮ રત્નકુંભો, હાર, બાજુબંધ, મુગટ, ઉત્તમ શય્યા, દિવ્ય વસ્ત્રો અને દિવ્ય પુષ્પો ભેટ ધર્યા તથા ભરતેશ્વરનું અતિશય રૂપ જોઈ ગંગાદેવીએ ભોગની પ્રાર્થના કરી. ભરત રાજાએ તેનો સ્વીકાર કરી, એક હજાર વર્ષ તેની સાથે ભોગ ભોગવતા ત્યાં રહ્યા.
એક વખત ભરતેશ્વર સભામાં બેઠા હતા ત્યારે સૌમ્ય કાંતિવાળા બે ચારણ મહર્ષિઓ આકાશમાંથી ઉતર્યા. તેમને જોઈ ભરતે ભક્તિથી પ્રણામ કર્યા અને વડીલ મુનિવરને સિંહાસન પર બેસાડી ભરતચક્રી હાથ જોડી સન્મુખ બેઠા. તે વખતે મુનિએ પણ ઉચિત ઉપદેશ આપ્યો. દેશના પૂર્ણ થયા બાદ ભરતેશ્વરે પૂછ્યું, “ભગવંત ! આપ અહીં ક્યાંથી પધાર્યા છો ?' મુનિ બોલ્યા, “રાજન્ ! અમે યુગાદીશ્વરને વંદન કરવા ગયા હતા. તેમના મુખેથી પુંડરીકગિરિનું માહાત્મ સાંભળી તે ગિરિરાજની સ્પર્શના કરવા ગયા હતા. ત્યાં તે સમયે ઇશાનેન્દ્ર દેવતાઓથી પરિવરેલો બેઠેલો હતો. તેણે અમને જોઈ હર્ષથી કહ્યું, “મુનિઓ ! આ ગિરિરાજનું માહાભ્ય અતિ આશ્ચર્યકારી છે. નરકગામી એવો હું આ ગિરિરાજના પ્રભાવે સ્વર્ગપતિ = ઇન્દ્ર થયો છું. તે મારી વાત આપ સાંભળો.'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૫