________________
સાથે ત્યાં યાત્રાર્થે ગયો હતો. હવે પણ દિગ્વિજય કર્યા પછી સંઘસહિત જઇને આ તીર્થની યાત્રા હું કરીશ.”
પ્લેચ્છ રાજાઓએ આ રોગનો ઉપદ્રવ કર્યો છે તે જાણી તેઓને શિક્ષા કરવા ભરતેશ્વરે તેઓ ઉપર પોતાનું ચક્ર મૂક્યું. એટલે ચક્રના અધિષ્ઠાયક દેવો તત્કાળ તે બધાને બાંધીને ચક્રવર્તી પાસે લાવ્યા. દીન મુખવાળા અને દીન વચન બોલતા, તેઓ ઉપર કરૂણાવંત ચક્રીએ કૃપાદૃષ્ટિ કરી અને હાથી, ઘોડા, રત્નો વિ. લઇ, શિક્ષા કરીને છોડી મૂક્યા.
ત્યારબાદ ભરતેશ્વરની આજ્ઞાથી સેનાપતિ સુષેણ સિંધુ નદીના ઉત્તર નિકૂટને સાધી આવ્યો. ત્યારપછી ત્યાં પડાવ નાંખીને સુખ ભોગવતા ચક્રીએ ઘણો કાળ પસાર કર્યો. ફરી આયુધશાળામાંથી ચક્ર બહાર નીકળ્યું એટલે તેની પાછળ ચાલતા ચક્રવર્તી અનુક્રમે લઘુહિમવંત પર્વતની દક્ષિણ બાજુએ આવ્યા. તેની તળેટીમાં છાવણી નાંખી અમ કર્યો. પછી રથમાં બેસી પર્વતની પાસે આવ્યા અને રથના અગ્રભાગ વડે તેને ત્રણવાર તાડન કર્યું. તેમજ પોતાના નામથી અંકિત એક બાણ તેના શિખર તરફ છોડ્યું. આકાશમાર્ગે ઉછળતું તે બાણ વેગથી ૭૨ યોજન સુધી જઈને હિમવાન દેવની સભામાં પડ્યું. તેની ઉપર લખેલા અક્ષરો વાંચતા જ હાથમાં ભેટ લઈ, તે દેવે આવીને ચક્રીને પ્રણામ કર્યા. ચક્રવર્તીએ પણ તેનું સન્માન કર્યું. તેથી તે પોતાના સ્થાને ગયો. ભરતેશ્વર પણ પોતાની છાવણીમાં પાછા આવ્યા.
ત્યાંથી ઋષભકૂટ તરફ ચાલ્યા. કાકિણીરત્ન વડે ઋષભકૂટ ઉપર અક્ષરો લખ્યા કે, “આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતે શ્રી યુગાદીશપ્રભુનો પુત્ર હું ભરત ચક્રવર્તી થયો છું.” આ પ્રમાણે લખી, જે માર્ગે આવ્યા હતા તે જ માર્ગે પાછા વળ્યા અને ભરતક્ષેત્રની મધ્યમાં રહેલા વૈતાઢ્ય પર્વત પાસે આવ્યા. • નમિ - વિનમિ સાથે યુદ્ધ :
પૂર્વે શ્રી ઋષભદેવ પ્રભુ રાજ્ય કરતા હતા ત્યારે કચ્છ અને મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિને કોઇ કાર્ય માટે કોઈ સ્થાને મોકલ્યા હતા. તેઓ તે કાર્ય સાધીને પાછા આવ્યા ત્યારે પ્રભુને સંયમ સ્વીકારીને રહેલા જોયા. હવે પ્રભુ મમતારહિત થયેલા છે એવું નહીં જાણતા તે બંને “હે તાત ! હે તાત !' એમ બોલતા પુત્રની જેમ પ્રભુ પાસે રાજયભાગ માંગવા લાગ્યા અને એ જ આશાએ પ્રભુની નિત્ય સેવા કરવા લાગ્યા.
એક દિવસ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા ત્યારે નમિ - વિનમિની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ, તેમને સોળ હજાર વિદ્યાઓ આપી અને વૈતાદ્ય પર્વત
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૬૪