________________
સૂર્યાવર્ત કુંડના જળથી આ કોઢ રોગ દૂર થયો. તેથી હવે સૂર્યાવર્ત કુંડ સંબંધી વૃત્તાંત હું કહું છું. તે તું સાંભળ !
શત્રુંજયગિરિની નીચે પૂર્વ દિશા તરફ એક મોટું સૂર્યવન છે. ત્યાં સૂર્ય વૈક્રિયરૂપ ધરીને શ્રી જિનેશ્વરની સેવા માટે ૬૦ હજાર વર્ષ સુધી રહ્યો હતો. તેથી આ સૂર્યોદ્યાન કહેવાય છે. તેની અંદર સૂર્યાવર્ત કુંડ છે. તેનું જળ શ્રી ઋષભદેવ પ્રભુની દૃષ્ટિથી પવિત્ર થયેલું છે. તે જળ હત્યાદિ દોષો તથા કુષ્ઠાદિ રોગો નાશ કરનારું છે. ચંદ્રચૂડ નામનો વિદ્યાધર પ્રિયાસહિત ચૈત્રીપૂનમે પુંડરિકગિરિની ભક્તિ કરવા આવ્યો હતો. તે ત્યાંથી આ સૂર્યોદ્યાનમાં આવેલો અને તે કુંડનું જળ લઈ પોતાના નગર તરફ જતો હતો. માર્ગમાં તારી દુઃખી સ્થિતિ જોઈ. તેથી તેની પ્રિયાને દયા આવી અને પતિની આજ્ઞા લઈ તેણે તારા દેહ ઉપર તે જળ છાંટ્યું. તેના છંટકાવમાત્રથી તારા શરીરમાંથી રોગો બહાર નીકળી ગયા અને હવે અહીં રહેવા અને સમર્થ નથી, એમ કહી ક્યાંક ચાલ્યા ગયા.
આટલું કહી મહર્ષિ અટક્યા. એટલે મહીપાલે નમસ્કાર કરી કહ્યું, “સ્વામિન્ ! આપ કહો છો તે સત્ય છે. ભવસાગરમાં અનંતકાળથી ભમતા એવા મને ચિંતામણિરત્ન જેવા આપ મળ્યા છો. તો આપ જ હવે મને શત્રુંજય તીર્થની યાત્રા માટે માર્ગદર્શક બનો.'
આમ કહી પરિવાર સહિત મહીપાલકુમાર નતમસ્તકે ઊભો રહ્યો. તે વખતે મહીપાલકુમારની પ્રાર્થનાથી એ મહર્ષિ કુમારની સાથે સિદ્ધગિરિ મહાતીર્થ બાજુ પ્રયાણ કરવા સંમત થયા, એટલે આનંદ પામતો રાજકુમાર તત્કાળ ઉભો થયો, તૈયારી કરી અને સર્વ પરિવાર સહિત ગુરુમહારાજની સાથે તીર્થયાત્રા માટે ચાલ્યો. સતત પ્રયાણ કરતાં કરતાં તેઓ થોડા દિવસમાં સૂર્યવનમાં આવ્યા. ત્યાં જાતજાતના વૃક્ષોની છાયા નીચે સૈન્યનો પડાવ નંખાવ્યો. ત્યારબાદ ગુરુમહારાજે કહેલ વિધિ પ્રમાણે ઉત્સાહપૂર્વક મહીપાલકુમારે પરિવારની સાથે સૂર્યકુંડના જલથી પવિત્ર થઈ ત્યાંના ચૈત્યમાં પરમાત્માની પૂજા કરી. તે સમયે ત્યાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી રત્નમય વિમાનો વિકુળં. તે વિમાનોમાં બેસી તેઓ સૂર્યકુંડથી શ્રી શત્રુંજયગિરિ ઉપર આવી પહોંચ્યા.
ત્રણ ભુવનમાં ઉત્તમ એ તીર્થના તથા આદીશ્વર પ્રભુનાં તેઓએ દર્શન કર્યા, રાયણ વૃક્ષને પ્રદક્ષિણા કરી અને પ્રભુનાં પગલાંને નમસ્કાર કર્યા. ફરી પ્રભુના મુખ્ય દેરાસરે આવ્યા. શ્રી આદિનાથ પ્રભુના દર્શનથી રોમાંચિત થઇને પરમાત્માની સ્તુતિ કરી, નૃત્ય કર્યું. રત્નોથી પ્રભુને વધાવ્યા. ત્યાંથી શત્રુંજય નદીએ જઇ, તેમાં સ્નાન કરી, વિદ્યાના બળે નદનવનમાંથી લાવેલા પુષ્પોથી પ્રભુની પૂજા કરી. આ રીતે મનમાં હર્ષથી અને ગુરુમહારાજના આદેશથી તેઓએ ગિરિરાજ પર પ્રભુની ઉત્તમ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪