________________
રોગથી મુક્ત ન થયો. છેવટે કલ્યાણસુંદર રાજાની સંમતિ મેળવી, સ્વજન વર્ગને મધુર વચનોથી શાંત કરી, સેંકડો વિદ્યાધરો અને પુષ્કળ સૈન્યથી પરિવરેલો કુમાર, પોતાના માતા-પિતાને મળવાની ઉત્કંઠાથી પોતાના દેશ તરફ ચાલ્યો. • માલવ દેશના રાજાઓ સાથે યુદ્ધ :
આ બાજુ પૂર્વે સ્વયંવર મંડપમાં જે રાજાઓ ઇર્ષાળુ બન્યા હતા, તેઓ માલવ દેશના સીમાડા પર કુમારને માર્ગમાં જ રોકી કહેવા લાગ્યા, “હે રાંક ! અમારા જેવા રાજાઓને જોતાં આ સ્ત્રીરત્નને લઇને તું ક્યાં જાય છે ? જો આ તને કોઢ થયો છે તે તને તારી છલવિદ્યાનું ફળ મળ્યું. આમ કહી, સર્વ રાજાઓ ભેગા મળીને મહીપાલકુમારને ચારેબાજુથી ઘેરી વળ્યા. તે વખતે મહીપાલકુમાર રોગની પીડા ભૂલી ગયો અને સાવધાન થઈ હાથમાં ખડ્ઝ લીધું. બંને સૈન્યોની વચ્ચે પરસ્પર ભયંકર યુદ્ધ થયું. આ રીતે સતત યુદ્ધ ચાલતાં મહીપાલના સૈન્યનાં બાણોને સહન કરવા અસમર્થ બનેલા શત્રુઓ થાકી ગયા અને ચારેબાજુ નાસી ગયા. તત્કાળ યાદવ સૈનિકોએ “જય-જય’ શબ્દ કર્યો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી.
મહાપરાક્રમી પુરુષો ક્યારેય પણ તૃણ ઉપર કોપ કરતા નથી, એમ ધારીને નરવર્માદિક રાજાઓએ મુખમાં તૃણ ધારણ કર્યું. તે વખતે સ્વામી તરીકે પોતાના કર્તવ્યને જાણતાં મહીપાલે તે રાજાઓની પીઠ થાબડી. તે પછી ત્યાં જ નરવર્મ રાજાએ પોતાની વનમાલા નામની કન્યા દેવપાળને પરણાવી. આમ, સર્વ રાજાઓને જીતી, મહીપાલ પોતાના નગર તરફ ચાલ્યો. નરવર્માદિક રાજાઓ તેની આજ્ઞા લઈ પોતપોતાના સ્થાને ગયા.
આ બાજુ, પોતાના પરિવાર સાથે આગળ વધતા મહીપાલને જેમ જેમ પવન વાવા લાગ્યો તેમ તેમ દેહમાં રોગ વધવા લાગ્યો. તેની પીડા તેને નરકના દુઃખથી પણ અધિક લાગતી હતી. તેના શરીરમાંથી ગ્નવતા પરુ વગેરેની દુર્ગધથી તેનો પરિવાર પણ તેનાથી દૂર રહેવા લાગ્યો. તે ક્યાંય આનંદ પામતો ન હતો. આવી રીતે કેટલાક દિવસો બાદ મહીપાલ પુષ્પોથી મનોહર અટવીમાં આવ્યો. ત્યાં તેણે પડાવ નંખાવ્યો. તે ઉદ્યાનના ખુલ્લા પ્રદેશમાં રાત્રે અમૃતમય શીતલ ચાંદનીમાં સુખની ઇચ્છાથી સૂતો. • વિધાધર યુગલની શત્રુંજયગિરિ પર ભક્તિ :
આ બાજુ ચૈત્રીપૂર્ણિમાના મહાપવિત્ર દિવસે શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા અને શ્રી આદિનાથ પ્રભુના ચરણકમલની સેવા કરવા ચારે બાજુથી અનેક વિદ્યાધરો જતા હતા. કારણ કે ત્રણે લોકમાં જેટલા તીર્થો છે, તેની યાત્રાથી જે ફળ થાય, તેટલું ફળ પુંડરીકગિરિની એક યાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે. વિદ્યાધરોએ તે દિવસે પોતાની શક્તિથી નંદનવનમાંથી લાવેલા વિવિધ પ્રકારના પુષ્પોથી આદિનાથ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦