SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તારા આવવાનો સંભવ હોવાથી ખાસ અહીં આવ્યો છું. હે વત્સ ! તું રાજમહેલ છોડીને નીકળ્યો ત્યારથી અત્યાર સુધીમાં તેં જે કાંઇ અનુભવ્યું હોય, તે સર્વ મને કહે.' આમ, પોતાના વડીલબંધુનું કહેવું સાંભળી, મહીપાલે અત્યાર સુધીનો પોતાનો સર્વ વૃત્તાંત તેની સમક્ષ કહ્યો. દેવપાળ પોતાના નાનાભાઇનું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળીને અત્યંત આનંદ પામ્યો. ત્યારબાદ કલ્યાણસુંદર રાજાએ સુંદર વિવાહ મહોત્સવ પ્રવર્તાવ્યો. હસ્તમેળાપ વખતે રાજાએ ઘણા હાથી, ઘોડા, રથ અને રત્નો મહીપાલકુમારને આપ્યા. ત્યાં ચારણો દ્વારા થતી સ્તુતિથી મહીપાલને જાણવા મળ્યું કે અહીં સ્વયંવરમાં પોતાના વિદ્યાધર મિત્ર રત્નકાંતિનો ભાઇ રત્નપ્રભ આવ્યો છે. એટલે તરત તે રત્નપ્રભના આવાસમાં ગયો. રત્નપ્રભ વિદ્યાધરે મહીપાલનો ઘણો આદર કર્યો. પરસ્પર વાતો કરતાં બુદ્ધિબળથી મહીપાલે જાણ્યું કે, રત્નપ્રભને પણ પોતાના ભાઇ પ્રત્યે સ્નેહ છે. એટલે બંનેની પરસ્પર પ્રીતિ દૃઢ કરાવવા તેણે રત્નપ્રભને કહ્યું, ‘ભાઇ રત્નપ્રભ ! આ જગતમાં પૂર્વના પુન્યથી જ સહોદર-બંધુનું દર્શન થાય છે. જે મૂર્ખ આત્માઓ રાજ્યલક્ષ્મીને કારણે પોતાના ભાઇ પર દ્વેષ કરે છે, તે ભાગ્યહીન પુરુષો શ્વાન જેવા છે. જે રાજ્યાદિક માટે ભાઇને હણે છે, તે પોતાની જ પાંખ છેદનારા છે. જેઓ એક ગ્રાસ' માટે ભાઇને છેતરે છે, તેમના ઉપર સંપ કરીને ગ્રાસ લેનારા કાગડાઓ પણ હસે છે. માટે ભાઇનો પ્રેમ ભૂલવા જેવો નથી.' મહીપાલની અમૃતભરેલી વાણી સાંભળીને રત્નપ્રભની આંખમાંથી આંસુઓ ઝરવા લાગ્યા. ગદ્ગદ્ વાણીથી તે બોલ્યો, ‘હે પરમબંધુ ! મારો નાનો ભાઇ કોઇ કારણસર રીસાઇને જતો રહ્યો છે. તેનો વિયોગ મને ખૂબ સાલે છે. તેના વિના આ રાજ્ય પણ મને દુ:ખ આપી રહ્યું છે.' મહીપાલે કહ્યું : ભાઇ ! હવે તમે ખેદ ન કરો. તમારા બંનેનો સંગમ હું કરાવીશ. કુમારનું વચન સાંભળી રત્નપ્રભ હર્ષિત થયો. ત્યારબાદ મહીપાલકુમા૨ે ગુણસુંદરી સાથે વિષયસુખ ભોગવતાં કેટલાક દિવસો ત્યાં પસાર કર્યા. એટલામાં અચાનક પૂર્વકર્મના ઉદયથી મહીપાલકુમારને જ્વરની પીડા થઇ. તેના શરીર ઉપર ચારે બાજુ ફોલ્લાં ઉઠી આવ્યા. શરીરમાં દુઃસહ તાપ થવા લાગ્યો. તે તાપની શાંતિ માટે જે કાંઇ શીત ઉપચારો ક૨વામાં આવે, તેનાથી કુમારના દેહમાં વધારે બળતરા થવા લાગી. મોટા વૈદ્યોએ આવી આવીને વિવિધ પ્રકારની ઔષધિઓથી એક મહિના સુધી ઘણા ઉપાયો કર્યા, તો પણ મહીપાલ તે ૧. ગ્રાસ શબ્દના બે અર્થ કરવા ઃ રાજ્યભાગ અને કોળીયો. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy