SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થમાં આવો તો તીર્થની મર્યાદા પાળવી જ પડે. એની અદબ જાળવવી જ પડે. બધા નિયમોને નેવે મૂકીને તમે તીર્થયાત્રા કરવા માંગતા હો તો એ યાત્રા તમારી ભવયાત્રાને વધારનારી સાબિત થશે. માટે પૈસાના પાણી કરીને ફોગટ આવા કર્મો બાંધવાની વહેલી તકે માંડવાળ કરી દેજો . યાદ રહે કે અન્ય સ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં આવવાથી પરમાત્માની સાચી ભક્તિ કરવાથી ખપી જાય છે. પણ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ સમાન બની જાય છે. તીર્થમાં સેવેલું પાપ એનો વિપાક બતાડશે. ચમત્કાર દેખાડશે અને ન ધારેલી ઉપાધિ ઉભી કરશે જ માટે કશું કરતાં પહેલાં જરીક સાવધાન બનીને શાંત ચિત્તે વિચાર કરજો. નવાણુપ્રકારી પૂજાની ઢાળમાં શ્રીમદ્ વીરવિજય મહારાજે ઉચ્ચારેલી કડક વોર્નીગ ફરી એકવાર વાંચી લેજો. કાળજાની કોર પર કોતરી લેજો ને પછી ઠીક લાગે તેમ કરજો. તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરિયે રે નવિ કરીએ. આશાતના કરતાં ધનહાનિ ભૂખ્યાં નવિ મળે અન્નપાણી કાયા વળી રોગે ભરાણી આ ભવમાં એમ તીરથની આશાતના નવિ કરીએ. પરભવ પરમાધામીને વશ પડશે વૈતરણી નદીમાં મળશે અગ્નિને કુંડે બળશે નહિ શરણું કોઇ તીરથના આશાતના નવિ કરીએ. ઉપરોક્ત પૂજાની કડીઓમાં ઘણી શિખામણ આવી જાય છે. તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય છે. એટલે દેવાળું નીકળે, રેડ પડે, આગ લાગે, ગમે તે રીતે ધનનો નાશ થાય. ધનહાનિ થતાં હાલત એવી થાય કે ભૂખ્યાં પડી રહેવું પડે કોઈ રોટલીનું બટકું આપનાર ન મળે. શરીરમાં ભયંકર વ્યાધિ અને પીડાઓ તથા અસાધ્ય દર્દો પેદા થાય. આ તો માત્ર આ ભવની જ વાતો થઈ. પરભવમાં નરકમાં પરમાધામીના હાથમાં પરવશ થવું પડે. વૈતરણી નામની લાવારસથી ઉકળતી નદીમાં ડૂબવું પડે. સળગતા અગ્નિકુંડોમાં બળવું પડે અને કોઈ કહેતાં કોઈ આધાર કે શરણ ન બને તેવી સાવ દીન, અનાથ અને કંગાલ પરિસ્થિતિમાં શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૮
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy