SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ વેકેશન પડતાંની સાથે તીર્થોમાં ઉપડી જાય છે. આ વર્ષે (વિ.સં. ૨૦૪૮) દરેક તીર્થોમાં યાત્રિકોનો ભરાવો એટલા મોટા પ્રમાણમાં થયો કે બહાર મંડપો નાખીને લોકોને ઉતારવા પડે એવી પરિસ્થિતિ આવી ગયેલી. થોડાક વર્ષો પૂર્વે સુરત, મુંબઈ જેવા શહેરોમાં ધંધાર્થે ગયેલા શ્રાવકો દિવાળી ટાણે દેશમાં આવી જતા. ઘર ઉઘાડતા, ગામડામાં રહેતા અને જિનાલયો વગેરેની સાફસફાઈનું તથા વહિવટની સમુચિત વ્યવસ્થા કરતા. હવે લોકોએ ગામડે જવાનું બિલકુલ માંડી વાળ્યું છે. એટલે ગામડાંના મંદિરોની દેખભાળ બિલકુલ બંધ થઇ જવા પર છે. વેકેશનમાં ગામડે જવાને બદલે લોકો સપરિવાર તીર્થોમાં જવા લાગ્યા છે. તે લોકોને જણાવવાનું કે ગામડાંના મંદિરોની ઉપેક્ષા સેવાય તે બરોબર નથી. વર્ષમાં એકવાર તો ગામડાંના મંદિરોની સાર-સંભાળ કરવા, શહેરોમાંથી સમય કાઢીને ત્યાં જવું જ જોઇએ. ઘણા ગામડાંઓમાં પાંજરાપોળો, કબૂતરાંનાં, કૂતરાંનાં, ખેતરોની જમીન અન્ય માણસોએ કલ્થ કરી લીધી છે. ઘણા સ્થળે ઉપાશ્રયો વગેરેની જગ્યાઓના પણ દુરુપયોગ શરૂ થઇ ચૂક્યા છે. વધુમાં જણાવવાનું કે સપરિવાર તમે તીર્થોમાં જાવ ત્યારે તમારા મગજમાં એ વાત સતત ધ્યાનમાં રહેવી જોઇએ કે અમે તીર્થસ્થાનમાં આવ્યા છીએ. યાત્રા કરવા આવ્યાં છીએ, ભવજલ તરવા આવ્યા છીએ પણ ડૂબવા આવ્યાં નથી. વેકેશનોમાં તીર્થોમાં ઉતરી પડેલા પ્રવાસીઓને મે યથેચ્છ, સ્વચ્છેદ અને બેફામ રીતે વર્તતા અનેકવાર જોયા છે. કેટલાક તો જાણે યાત્રાના બહાના હેઠળ મોજમજા કરવા જ ઉતરી પડતા હોય છે. હવા-ફેર કરવા અને તબિયત સુધારવા આવતા હોય છે. યાદ રહે કે તીર્થસ્થાનમાં તીર્થયાત્રા સિવાયના આશયથી આવવું અને ધર્મસ્થાનોનો ઉપયોગ કરવો એ આત્માને હાથે કરીને દુર્ગતિ ભેગો કરવાનું સ્વ રચિત કાવત્રુ છે. તીર્થની આશાતનાઓને નહિ જાણનારા, ધર્મને નહિ સમજનારા, સદ્ગુરુઓથી સદાને માટે દૂર ભાગનારા આજના છટકેલ યુવા-યુવતી આ તીર્થધામોમાં આવીને જુગાર, શરાબથી માંડી વિષય સેવન સુધીનાં ઘોરાતિઘોર પાપો કરતાં હોય છે. શત્રુંજય મહાભ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, આ તીર્થમાં આવીને સ્વ-સ્ત્રી સાથે અબ્રહ્મનું સેવન કરનાર નીચમાં નીચ માણસ કરતાંય ભૂંડો છે. પછી પરસ્ત્રીનું સેવન કરનારની તો વાત જ શી કરવી ? થોડીક કડક લાગે તોય કહ્યા વિના ન ચાલે એવી ભાષામાં કહેવું પડે છે કે, “જે લોકોથી તીર્થસ્થાનોમાં આવ્યા પછી પણ સીધા - ન રહી શકાતું હોય તે લોકોએ ધર્મસ્થાનને અભડાવા માટે આવવાની જરૂર નથી. એમના માટે હીલ સ્ટેશનો ઘણા છે.” માહાભ્ય સાર • ૪૫૭
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy