SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ A A A A A આંખે દેખી હૈયુ હરખ્યું.. કાને સુણી મુખ મલક્યું... (આ આખું પ્રકરણ પ.પૂ. દેવરત્નસાગરજી મ.ના “જય શત્રુંજય’ પુસ્તકમાંથી લીધેલ છે.) • કળિયુગમાં અસંભવ લાગે છતાં સંભવ કરનારા કચ્છ લાયજાના ગોરેગામવાસી ટોકરશીભાઈ તથા શ્રાવિકા બચુબેને કમાલ કરી. ગિરિરાજની યાત્રાઓનો ઇતિહાસ ઊભો કરી દીધો. પ્રસિદ્ધિ કે નામનાની ખેવના વિના કેવળ દાદા અને ગિરિરાજ પરના આકર્ષણથી હેરતભરી કેવી યાત્રાઓ કરી છે. તે જોઈ લો ! ૨૨ નવ્વાણું યાત્રા શત્રુંજયની કરી. > વાસણાથી એક ૯૯ યાત્રા ૮૦ દિવસમાં. > એકાસણાથી એક ૯૯ પચાસ દિવસે પૂર્ણ. છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ૨૭ દિવસમાં એક ૯૯ પૂર્ણ. છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ૨૫ દિવસમાં એક ૯૯ યાત્રા. સાત ૯૯ યાત્રા વર્ષીતપ કરીને. ૧૦૮ સળંગ અઢમ કરી, દરેક અઢમમાં ૧૫ યાત્રાઓ કરી. ચાર વખત ૯૯ યાત્રા ૨૦ સ્થાનક તપથી કરી. ચાર ૯૯ યાત્રા એકાંતરા આયંબિલથી કરી. > એકાંતરા આયંબિલથી છ ગાઉ કરવાપૂર્વકની ૯૯ યાત્રા. > દોઢ ગાઉની નવટૂંક સહિત એકાસણા કરવાપૂર્વકની ૯૯ યાત્રા. શત્રુંજય નદીની સાથે ૩ ગાઉ કરવાપૂર્વકની ૯૯ યાત્રા કરી. > હસ્તગિરિ, તળાજા, ગિરનાર, સમેતશિખરજી અને શંખેશ્વરની ૧૦૮ પ્રદક્ષિણા પ્રતિદિન કરવાપૂર્વકની ૯૯ યાત્રાઓ કરી. તપશ્ચર્યાઓ વાંચી તો ઝૂકી જવાય. ઘણી વખત એ જોડીને ગિરિરાજ પર જોઈ છે. આ કાળમાં અશક્ય લાગે છતાં શક્ય કરનારા આ તીર્થપ્રેમી દંપતિની લાખ લાખ વાર અનુમોદના ! • શત્રુંજય તીર્થની ૨૧ વખત ૯૯ યાત્રા કરવાનો સંકલ્પ રાજુભાઇએ કર્યો છે. એમાંથી ૧૭માં ૯૯ યાત્રામાં તળેટીથી જ દાદાના અને તીર્થના ગુણગાન શરૂ કરી દે... પગથીયા ચડતાં ચડતા સિદ્ધાચલ શિખરે દીવો... આદીશ્વર અલબેલો, અલબેલો, અલબેલો કહીને વાતાવરણ પ્રસન્ન બનાવતા જાય... અથવા સિદ્ધગિરિ વંદો રે... સ્તવનની પંક્તિ લલકારતા ચાલે. ન ચડે શ્વાસ ! ન આવે થાક ! દાદાની અને ગિરિરાજની ભક્તિ હૈયે કેવી વસાવી હશે ? શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૫ A
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy