SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવ પણ બદલાઈ જાય છે. ટીલાને એક સાથે બે ચમત્કાર થઈ ગયા. ટીલો સંઘમાળની બોલીના પૈસા આપવા જતા મંત્રીશ્વરે ના પાડી. ટીલાની હૃદયપૂર્વક ભાવનાની અનુમોદના કરી. તીર્થની આશાતના બંધ થઇ... / વિ.સં. ૧૯૬૦ની આ વાત છે. પાલિતાણા રાજયને પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થના મુદ્દે જૈન સંઘ સાથે વાંકું પડ્યું હતું. રાજયના કઠોર રાજા માનસિંહજીએ જૈનોને દુભાવવા માટે એક નવી પ્રવૃત્તિ આરંભી : તે પોતે ગિરિરાજની યાત્રા કરવાના નામે પહાડ ઉપર ચડતા અને ઉપર ગયા પછી પગમાંથી બૂટ કાઢ્યા | વિના તેમજ મોંમા સળગતી બીડી રાખીને તે પીતાં પીતાં તેઓ દાદાના દરબારમાં દર્શન કરવા જાય. આવું તેઓ અવારનવાર કરવા માંડ્યા. આથી જૈનોની લાગણી ખૂબ દુભાઇ. સંઘ, શ્રમણ પૂજયોએ, પેઢીએ રાજાને આમ કરતાં અટકાવવા માટે ઘણી મહેનત કરી, પણ વ્યર્થ. તે વખતે પંન્યાસ પદવીધર એવા સૂરિસમ્રાટ શ્રી નેમિસૂરિદાદા એ જ અરસામાં અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલનો છરી પાલક સંઘ લઈને ત્યાં પધારેલા. સાથે પૂ. આનંદસાગરજી, પૂ. મણિવિજયજી વગેરે પણ હતા. પૂજયશ્રીએ પણ બહુ પ્રયત્ન કરી જોયા પણ રાજા ન માન્યા. છેવટે પૂજયશ્રીની સલાહ તથા દોરવણી અનુસાર આ મુદ્દે રાજકોટના પોલિટિકલ એજન્ટની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી. આથી તો દરબાર ઓર ગુસ્સે ભરાયા. તેમણે ગામના મુસ્લિમોને આદેશ કર્યો કે તમે ડુંગર ઉપરના ઈંગારશાપીરના સ્થાપક (દરગાહ) સમક્ષ એક છાપરું (ઓરડા જેવું) બંધાવો. રાજય તમને બધી મદદ કરશે અને સાથે જાહેર કર્યું કે ત્યાં હું બકરાનો વધ કરીશ અને તેનું લોહી ભગવાન આદિનાથ ઉપર છાંટીશ. - હાહાકાર મચી ગયો. તત્કાળ પાલિતાણામાં સંઘ ભેગો થયો. પૂજયશ્રીની નિશ્રામાં આ મુદ્દે ઘણો ઊહાપોહ થયો. અજીમગંજના બાબુસાહેબ છત્રપતિસિંહજીએ ત્યાં જાહેર કર્યું કે આવું કાંઈ બને તે પહેલાં હું ઠાકોરને ભરસભામાં ઉડાવી દઇશ; પણ મહાતીર્થની આશાતના નહિ થવા દઉં. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય. | મુનિ મણિવિજયજી (સાગરજી મ.ના ભાઇ) તથા ઋદ્ધિવિજયજી વિગેરે મુનિવરો પણ તીર્થરક્ષા ખાતર પ્રાણ સમર્પણ કરવા તત્પર થઇ ગયા. ચતુર્વિધ સંઘમાં તીર્થભક્તિનું અદ્દભૂત વાતાવરણ ઊભું થયું. પણ પૂજ્યશ્રીએ તરત દોર હાથમાં વા શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૭
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy