________________
છે. એકમાં આદિનાથ પ્રભુના ચરણ છે અને બીજી દેરીમાં શાંબ | પ્રદ્યુમ્નના બે પગલાની જોડ છે. ભારે વાયોલ્લાસપૂર્વક સ્તવના કરી અપાર કર્મની નિર્જરા કરવી.
એક વખત દ્વારકાનગરીમાં નેમનાથ પ્રભુ પધાર્યા ત્યારે શ્રીકૃષ્ણ દ્વારકાના નાશની વાત પૂછતા પ્રભુએ પાયનઋષિના નિયાણા વિષેની વાત કરી. પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત બની શામ્બ, પ્રદ્યુમ્ન વિગેરે અનેક યાદવોએ દીક્ષા ગ્રહણ કરી. દ્વારિકાદહન કૃષ્ણના મૃત્યુની વાતો સાંભળી મુનિઓ ખૂબ તપ કરવા લાગ્યા. અનિત્યાદિ ભાવોની ભાવનામાં રમતા, વિચરતા વિચરતા શત્રુંજય તીર્થે પધાર્યા. શત્રુંજયના પાંચમા શિખર ભાડવાથી ખ્યાત થયેલા ડુંગરે બિરાજી અનશન સ્વીકાર્યું. આઠ ક્રોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. સહુને “નમો સિદ્ધાણં.' બાજુમાં કલિનામક નામે કુંડ પણ છે. • સિદ્ધવડ : ભાડવા ડુંગરથી નીચે ઉતરતા એક વડ આવે છે. જેને સિદ્ધવડ કહેવાય છે. બીજા સ્થાનો કરતા વધારે આત્માઓ અહીંથી મોક્ષે ગયા છે. ત્યાં મોટી દેરીમાં પ્રભુ ઋષભદેવના પગલા છે. ત્યાં ચૈત્યવંદન કરવાનું હોય છે.
અહીં છ ગાઉની યાત્રા પૂર્ણ થાય છે. ફાગણ તેરસે બાજુના આંબાવાડીયામાં સાધર્મિક ભક્તિના પાલો ગોઠવાય છે. ભાવિકો ખૂબ ઉદારતાથી ભક્તિ કરે છે. ( છ ગાઉની યાત્રાની માફક દોઢ ગાઉં, ત્રણ ગાઉ, બાર ગાઉ, શત્રુંજી નદીમાં સ્નાન કરી યાત્રા કરવી. દાદાના દેરાસરને ૧૦૮ પ્રદક્ષિણા, ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, સવારે યાત્રા કરી આયંબિલ કરી પુનઃ યાત્રા કરવી. દાદા પાસે ચોવિહાર પચ્ચખાણ લેવા પૂર્વકની યાત્રાઓ ભાવિકો હોંશથી કરે છે...
આ ગરવા ગિરિરાજની યાત્રા ઘણા મૌનપૂર્વક કરે છે. ઘણા જાપ કરી યાત્રા કરે છે. ઘણાં સ્તવનો લલકારતા યાત્રા કરે છે. ઘણાં પગથીયે ખમાસમણ આપી ધન્યતાપૂર્વક યાત્રા કરે છે. આ જાણ્યા પછી આપણે પણ ઊછળતા બહુમાને, પ્રણિધાન પૂર્વકની યાત્રા કરીશું.
તીર્થ સ્થાને કૃતં પાપ આ તીર્થમાં આવીને જે જીવો શીલનો ભંગ કરે છે, તેના પાપની શુદ્ધિ ક્યાંય થતી નથી. આવું પાપ કરનાર જીવ અધમથી પણ અધમ છે. આ તીર્થમાં સ્વસ્ત્રીનું સેવન કરવું એ પણ પાપ છે... તો પછી પરસ્ત્રીની તો વાત જ ક્યાં કરવી ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૧