________________
સરખાપણું ધરાવતા આ છ એ નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લઇ સાધના કરવા લાગ્યા. એક દિવસ આ છએ સાધુ બે-બેની ટુકડીએ દેવકીને ત્યાં ગોચરી જતાં દેવકી વિસ્મિત થઇ પ્રભુ પાસે આવ્યા. સંશયનું સમાધાન થયું. આ છ મુનિઓએ શત્રુંજય પ૨ અનશન સ્વીકાર્યું. મોક્ષે ગયા. એમની દેરી પાસે ‘નમો સિદ્ધાણં’ કહી આગળ વધતાં ઉલખાજળ આવે છે.
•
ઉલખા જળ : દાદાના સ્વહણનું પ્રક્ષાલ જમીનમાંથી થઇ અહીં આવતું હતું એમ મનાય છે. હમણાં તો બારોટ લોકો ન્હવણ જળ લઇ બાજુમાં ખાડામાં નાંખી દે છે. બાજુમાં નાની દેરીમાં આદિનાથના પગલા છે. ‘નમો જિણાણં’ કહી નાનુ ચૈત્યવંદન કરી આગળ વધીએ.
ચંદન તલાવડી : આગળ જતાં ચિલ્લણ તલાવડી આવે છે. ઋષભદેવ ભગવાનના શાસનમાં થયેલ ચિલ્લણ મુનિ મતાંતરે મહાવીર શાસનમાં થયેલ સુધર્મા ગણધરના શિષ્ય ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજ્યે પધાર્યા. હર્ષાવેશમાં લોકો જુદા જુદા રસ્તેથી ચડ્યા. રસ્તો ભૂલ્યા. સંઘ તૃષાતુર થઇ ગયો. મુનિએ કરુણાથી પ્રેરાઇ તપલબ્ધિથી આખું તળાવ છલકાવી દીધું. લોકોની તૃષા શાંત થઇ. મુનિએ થયેલ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કરતા કેવળજ્ઞાન મેળવ્યું અને અહીં મોક્ષે ગયા. ભરતચક્રીએ અહીં ચિલ્લણ વિહાર બનાવેલ પણ કાલાંતરે નષ્ટ થઇ ગયો છે.
રત્નની પ્રતિમા ઃ તલાવડીની પાસે જ કોઠાનાં વૃક્ષની નીક અલક્ષ નામના દેવળના ભાગોળમાં ભરત ચક્રીએ ભરાવેલા ૫૦૦ ધનુષ્યની પ્રતિમા સગર ચક્રવર્તીએ ગુફામાં પધરાવી છે. અઠ્ઠમના તપથી પ્રસન્ન થયેલા કપર્દીયક્ષ આ પ્રતિમાના દર્શન કરાવે છે. જેને આ પ્રતિમાના દર્શન થાય તે ત્રીજા ભવે મોક્ષે જાય. આપણે ભાવથી પ્રાર્થના કરીએ.
· સિદ્ધશીલા : ચંદન તલાવડી પાસે જ સિદ્ધશીલા છે. જો કે અહીં એક એક કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે. છતાં આ શીલા ઉપર બીજા સ્થાન કરતાં વધારે આત્માઓ સિદ્ધ થયા છે. તેથી આ શિલાને સિદ્ધશીલા કહેવાય છે. અહીં લોક સંથારાની મુદ્રાએ (સાગારિક અનશન) ૧૦૮, ૨૭, ૨૧, ૧૨ લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે. પૂર્વના મુનિઓની સ્મૃતિ અને રત્નના પ્રતિમાના દર્શનનો ભાવ રાખવો. ભાડવો ડુંગર : ચંદન તલાવડીથી આગળ જતાં થોડું ચડવાનું આવે. આ ભાડવો ડુંગર કહેવાય. એના પર ફા.સુ. ૧૩ના ધન્ય દિને સાડા આઠ ક્રોડ મુનિઓ સાથે શ્રીકૃષ્ણજીના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્ન મોક્ષે ગયા છે. એની યાદમાં અત્રે બે દેરીઓ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૨૦
•