________________
સમય જતાં વહાણો પરદેશથી પાછા ફર્યા. સવચંદશેઠ વ્યાજ સાથે લાખ રૂપિયાની મૂડી લઇને અમદાવાદ સોમચંદશેઠને ત્યાં પહોંચ્યા. પૂજા કરી લીધા પછી શેઠના ચરણે રકમ પરત કરવા લાગ્યા. ત્યારે સોમચંદશેઠે ઘસીને ના પાડતાં કહી દીધું કે અમારા ચોપડે તમારું ખાતું બોલતું જ નથી. પછી શી રીતે લઉં? સવચંદશેઠે કહ્યું કે, “પણ તમે મારી ઇજ્જત સંકટના સમયે સાચવી લઈને મને સહાય કરી છે. તમારો ઉપકાર કદી ભૂલું તેમ નથી. તમારી આ રકમ તમારે સ્વીકારવી જ જોઈએ.'
સોમચંદશેઠ ટસ ના મસ ના થયા. અંતે આ ઝઘડાનો તોડ એ નીકળ્યો કે આ રકમમાં બંને શેઠીયાઓએ બીજી રકમ ઉમેરીને શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ઉપર એક ટૂંકનું નિર્માણ કરવું.
થોડાક સમયમાં જ આ ચૌમુખજીની ટૂંક નિર્માણ પામી. વિ.સં. ૧૬૭૫માં પરમાત્માની પ્રતિષ્ઠા કરી. ત્યારથી આ ટૂંક ચૌમુખજીની ટૂંક કે સવા-સોમાની ટૂંક તરીકે ઓળખાય છે.
ચૌમુખજીની ટૂંકના મુખ્ય દેરાસરમાં ચૌમુખજી આદીશ્વર ભગવાન છે. તેમના દર્શન કરીએ.
(દરેક ટૂંકમાં મુખ્ય દેરાસરે સ્તુતિ બોલીને ધૂપ-દીપ પૂજા કરીને સાથીયો કરવો. નૈવેદ્ય-ફળ મૂકીને ચૈત્યવંદન કરવું.)
આ ટૂંકમાં મોટા ૧૧ દેરાસરો છે. તેમાં ૪૧૨ જિનપ્રતિમા છે. જુદી જુદી ૭૪ દેરીઓ છે. જેમાં ૨૯૧ જિનપ્રતિમા છે. કુલ ૭૦૨ ભગવાન છે.
તમામ ભગવાનને “નમો જિણાણ' કહીને વંદના કરીને આગળ વધીએ. • પાંચ પાંડવ: જિનાલયની પાછળ બારીમાંથી બહાર જઈએ ત્યાં પેથડ મંત્રીએ બંધાવેલ પાંડવોનું દેરાસર છે. પાંડવ મુનિઓને નેમીનાથ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આહાર-પાણીના ત્યાગનો સંકલ્પ હતો. રસ્તામાં જ પરમાત્માના નિર્વાણના સમાચાર મળ્યા. હવે શું કરવું ? બધા તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજના શરણે આવ્યા. અહીં આસો સુદ પૂનમના દિને વીસ કરોડની સાથે પાંડવો મોક્ષે ગયા. પાંચ પાંડવોની પ્રતિમાને વંદના કરીએ. “નમો સિદ્ધાણે.' • સહસ્ત્રકુટ : પાંડવોના દેરાસરની પાછળ સહસ્ત્રકુટ જિનાલય છે, ત્યાં રહેલા ૧૦૨૪ જિનબિંબોને વંદના કરીએ. “નમો જિણાણું.'
આપણા ભરતક્ષેત્રમાં જ્યારે અજિતનાથ ભગવાન વિચરતા હતા, ત્યારે વિશ્વમાં કુલ ૧૭૦ તીર્થકરો વિચરતા હતા. તે ૧૭૦ પરમાત્માના પટને આપણે વંદના કરીએ. “નમો જિણાણે.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૩