SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ | વીર વિક્રમશી ભાવસાર ( એક સમય હતો. જ્યારે ગરવા ગિરિરાજ પર ઘનઘોર આડબીડ જંગલો હતા. હરાભરા આ ગિરિવરની કંદરાઓમાં રાની પશુઓ નિવાસ કરતા. એકવાર એક સિંહે કંદરાઓને ત્યજી દઇને દાદાની ટૂંકના બારણે અડ્ડો જમાવ્યો. વનરાજને જોતાં જ ભલભલાના છક્કા છૂટી જતા. સહુ કોઈ દૂરથી જ વનરાજને સલામ કરીને ભાગી જતા. ડરના માર્યા યાત્રિકોએ ઉપર જવાનું લગભગ બંધ કરી દીધું હતું. તળેટીએ દિનરાત આ વનરાજની વાતો ચર્ચાતી હતી. સહુ કોઈ યાત્રા ક્યારે શરૂ થાય તેની રાહ જોતા હતા. | વિક્રમશી નામનો એક કાચો કુંવારો ભાવસાર યુવાન પોતાના ભાઇ-ભાભી સાથે પાલીતાણામાં વસતો હતો. શરીરે હુષ્ટપુષ્ટ હતો. ભારે મિજાજનો પણ માલિક હતો. એકવાર ગામમાં રખડીને બપોરે જમવાના સમયે ઘરે પહોંચ્યો. રસોડામાં શોધખોળ કરવા છતાં કોઇ ચીજ હાથ લાગી નહિ. એટલામાં તો કૂવે કપડા ધોવા ગયેલાં ભાભી આવી ચડ્યા. ભૂખથી તેનો મિજાજ આસમાનને આંબી ગયો છે, એ વિક્રમશી ભાભી ઉપર તાડૂકી ઊઠ્યો. રે...! બાર વાગ્યા તોય રસોઇના કોઈ ઠેકાણા નથી...! ખબર નથી અહીં પેટમાં કેવી આગ લાગી છે, ભાભી ! તમને શું કહેવું? તમે સાવ નકામા છો! દિયરનો આક્રોશ જોઇને ભાભીથી રહેવાયું નહિ. એમણે પણ સામે સીધો જોરદાર જવાબ આપ્યો કે કમાઈને ઘરમાં એક પાઈ આપવી નહિ. આખો દિરખડ્યા કરવું અને જમવાના ટાઈમે હાજર થઈ જવું ! આ કયા ઘરનો ન્યાય ? મહેનત મજૂરી તમારા મોટા ભાઈ કરે અને તાગડધિન્ના તમારે કરવાના ! અને વધારામાં પાછુ અમારા ઉપર આવો રોફ ઠોકવાનો ! બાવડામાં બહુ જોર કૂદતું હોય તો જાવને ગિરિરાજ પર ! પેલો સિંહડો અડ્ડો જમાવીને બેઠો છે, એને પાંસરો કરી આવોને. નાહક ઘરમાં શું ઠાલું શૂરાતન બતાવી રહ્યા છો ! ભાભીની જબાનેથી વછૂટેલા બંદૂકની ગોળી જેવા શબ્દોએ વિક્રમશીને વીંધી નાખ્યો. એ પળનો ય વિલંબ કર્યા વિના ઘરમાંથી નાઠો. સીધો તળેટીએ પહોંચ્યો. તળેટીએ પોતાના મિત્રોને જણાવ્યું કે વનરાજનો વિજય કરવા જાઉં છું. જો ઉપર ઘંટ વાગે તો સમજજો કે સિંહ મર્યો અને યાત્રા ખૂલી થઇ છે. જો ઘંટ ન વાગે તો સમજજો કે વિક્રમશી મરી ગયો છે. ઉપર જઈને વીર વિક્રમશીએ ધોકાનો છેડો અડાડીને સૂતેલા વનરાજને જગાડ્યો. ઘણા દિવસે એકાએક નરમાંસની ગંધ આવતાં, લાકડીનો છેડો ટચ થતાં, શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૭
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy