________________
વળી આ જિનાલયમાં ૧૭૦ જિનેશ્વર ભગવંતોનો સુંદર પટ દર્શનીય છે. જયારે આપણા ભરતક્ષેત્રમાં બીજા શ્રી અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે પાંચે ભરતક્ષેત્ર અને પાંચે ઐરાવતક્ષેત્રમાં ૧-૧ ભગવાન વિચરતા હતા. એટલું જ નહિ, દરેક મહાવિદેહક્ષેત્રમાં ૩૨-૩૨ વિજય (મોટા દેશો) આવેલી છે. કુલ પાંચ મહાવિદેહ ક્ષેત્ર હોવાથી બધું મળીને ૫ x ૩૨ = ૧૬૦ વિજય થઈ. તે દરેકમાં પણ ૧, ૧ ભગવાન તે સમયે વિચરતા હતા. તેથી પાંચ મહાવિદેહક્ષેત્રના ૧૬૦, પાંચ ભરતક્ષેત્રના પાંચ અને પાંચ ઐરાવતના પાંચ એમ કુલ ૧૭૦ ભગવંતો વિચરતા હતા. આ પટને વંદના કરવાથી ઉત્કૃષ્ટપણે વિચરતા આ ૧૭૦ ભગવાનને વંદના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. “નમો જિણાણં' કહીને વંદના કરીએ.
આપણે તેમનાથની ચોરીના આ દેરાસરમાં દર્શન કર્યા. બધું બારીકાઇથી | નિહાળ્યું; હવે આપણે સામેની બાજુ જઇએ. • સમવસરણ મંદિર : પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને દેવો સમવસરણની રચના કરે છે. વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણેનું આ સમવસરણ છે. અઢારમા સૈકામાં બન્યું છે. તેમાં બિરાજમાન પરમાત્મા મહાવીરદેવને વંદના કરીએ. “નમો જિણાણું.' - અમીઝરા પાર્શ્વનાથનું જિનાલયઃ બાજુમાં થોડા પગથીયા ચઢ્યા ત્યાં તો આવ્યું અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય ! શ્યામવર્ણના નયનમનોહારી છે : ભગવાન ! બસ જોયા જ કરીએ... ખસવાનું મન જ થતું નથી. વિ.સં. ૧૭૯૧ વૈ.સુ. ૭ના મહામંત્રી ભંડારી રત્નસિંહજીએ પ્રતિમા ભરાવી છે.
પાછળના ભાગથી નવટૂંકના ગગનચુંબી જિનાલયોના દર્શન થઈ રહ્યા છે. “નમો જિણાણું' કરીને પગથીયા ઉતરીએ..
જમણી બાજુના નાના દેરાસરમાં બહારથી જ દર્શન થાય તેવા અદ્દભૂત નંદીશ્વરદ્વીપ અને અષ્ટાપદજી તીર્થના બે પટ છે. અખંડ આરસની શીલામાંથી તે કંડારાયા છે. કળા-કામગીરી અજબની છે. તેના દર્શન કરીને પાછા ડાબી બાજુ જઈ નેમનાથની ચોરીના દેરાસરની પાસે પહોંચીએ. પુન્ય પાપની બારીમાં...! • પુન્ય-પાપની બારી :
પુણ્ય-પાપનું પારખું કરવાને ગુણવંત, મોબારી નામે છે તિહાં, પેસી નિકસો સંત.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૯૪