________________
• કવાયક્ષ : પગથીયા ચઢીને ઉપર આવ્યા ત્યાં તો સામે દેખાય છે - કવઠ્યક્ષ (કપર્દીયક્ષની દેરી), શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક આ કપર્દીયક્ષ છે.
આ કપર્દીયક્ષ પૂર્વે તીર્થમાન નગરના સ્વામી સુકર્માનો મદ્યપાન કરનારો કપર્દી નામે પુત્ર હતો. તે વખતે કૃપાસાગર શ્રી વજસ્વામીએ એને ગંઠસી પચ્ચકખાણ દ્વારા મદ્યપાનનો નિયમ કરાવ્યો હતો. એટલે કે... મદ્યપાન કર્યા પછી કપડાના છેડે ગાંઠ મારવાની અને પછી જયારે પાછુ મદ્યપાન કરવું હોય ત્યારે સૌપ્રથમ ગાંઠ છોડવાની. ત્યારપછી મદ્ય પીવાનું. આ છે ગંઠસી પચ્ચખાણની વિધિ.
એકવાર કપરી કસોટી આવી. ગાંઠ એવી મજબૂત બંધાઇ છે કે છૂટતી જ નથી. પ્રાણ કરતાં પણ પ્રતિજ્ઞાપાલનનું મૂલ્ય તેને મન વધારે હતું. અંતે શુભભાવમાં પ્રાણો છોડ્યા. ગાંઠ તો ન જ છૂટી પણ હૃદયમાંથી પાપની ગાંઠ જાણે કે છૂટી ગઈ. દેવલોકમાં કપર્દીયક્ષ તરીકે ઉત્પન્ન થયો. શત્રુંજય ગિરિરાજનો અધિષ્ઠાયક દેવ બન્યો અને તીર્થની રક્ષાનું કાર્ય કરે છે. આ કપર્દીયક્ષની અહીં સ્થાપના કરવામાં આવી છે. તેમને શ્રીફળ ચઢાવીને શાસનરક્ષા અને તીર્થયાત્રામાં સહાય કરવાની પ્રાર્થના કરવાપૂર્વક પ્રણામ કરવા જોઇએ.
જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી ત્યાં ત્યાં કરું પ્રણામ.'
અહીંથી દાદાના દરબાર તરફ નજર માંડીએ તો ડાબી અને જમણી; બંને બાજુ દેરાસરો જ દેરાસરો નજરે પડે છે. જાણે કે દેરાસરોની એક નગરી જ જોઈ લો. આપણે તે તમામ દેરાસરોમાં બિરાજમાન ભગવંતોને ભાવપૂર્વક વંદના કરીએ. “નમો જિણાë.”
! નેમનાથની ચોરી પ્રભુજી આવી નેમનાથની ચોરી કે પુણ્ય પાપની બારી રે લોલ..
ડાબી બાજુ “નેમનાથની ચોરી' નામથી પ્રસિદ્ધ દેરાસરમાં પ્રવેશીને દર્શન કરીએ. “નમો જિણાણું.”
નેમિનાથ ભગવાન જાન લઇને રાજીમતીને પરણવા ગયા હતા, પણ અબોલ પશુઓનો કરુણ કલ્પાંત સાંભળીને, કરુણાના મહાસાગર પરમાત્માએ પરણ્યા વિના જ જાન પાછી વાળી હતી. નેમિનાથ ભગવાનની જાન, લગ્નની ચોરી વગેરે આ જિનાલયમાં છે. કલાત્મક કોતરણી જોવા જેવી છે. આ બધું જોતા માણસ ભૂલભૂલામણીમાં પડી જાય છે. માટે આને ભૂલભૂલામણીનું દેરાસર પણ કહેવાય છે. ઘુમટમાં કમલપત્ર-નાગપાશ-રાજીમતીનો વિલાપ, અષ્ટમહાસિદ્ધિ વગેરે દેશ્યો પણ છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૩