________________
આચાર્ય ઢંકસૂરિજી પૃથ્વીતલ પર અનેક જીવોને પ્રતિબોધ કરતા એક વખત શત્રુંજયગિરિએ પધાર્યા. ત્યાં ગિરિધ્યાનથી કેવળજ્ઞાન પામ્યા અને આયુષ્યનો ક્ષય થતાં અનેક સાધુઓની સાથે નિર્વાણ પામ્યા. દેવોએ તેમનો મહોત્સવ કર્યો.
આ સમાચાર હરરાજાને મળતાં તે પરિવારસહિત ત્યાં આવ્યા. પિતામુનિના નિર્વાણ સ્થાને એક ઉત્તમ જિનાલય બંધાવ્યું અને આદિનાથ પ્રભુનું રત્નમય બિંબ સ્થાપન કરાવ્યું તથા આઠ કરોડ સોનૈયા વડે આખા તીર્થની પુષ્પોથી પૂજા કરી.
પિતામુનિની સ્મૃતિમાં તે વખતે રાજાએ ઢંકગિરિ એ પ્રમાણે નામ આપ્યું. દેવો અને મનુષ્યોએ આ નામ પ્રસિદ્ધ કર્યું. રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. ત્યાં પણ ઢંકગિરિના સ્મરણ અને ધ્યાનમાં એકાગ્રમનવાળા રાજાને ગૃહસ્થજીવનમાં જ ભાવવૃદ્ધિ થતાં કેવળજ્ઞાન થયું અને અનુક્રમે બે કરોડ સાધુઓની સાથે તેઓ મુક્તિમાં ગયા.
રૂત્તિ ઢં: નાગ દાનથી (૧૮) કોટિનિવાસ નામનું આલંબન ધર્મનંદન રાજા,
હે રાજન્ ! તારી તીર્થભક્તિથી અને પ્રભુભક્તિથી હું તુષ્ટ થયો છું. અહીં રસકૂપિકા છે. આવતી કાલે પ્રભાતે હું તે તારા માટે ખુલ્લી કરીશ. તું તેમાંથી ઇચ્છા પ્રમાણે રસ ગ્રહણ કરજે. તે રસથી શ્રેષ્ઠ સુવર્ણ બનશે.'
મહાનંદસૂરિજી મહારાજ પાસે ધર્મદેશના સાંભળવા આવેલા ધર્મનંદનરાજાએ શત્રુંજયગિરિનો મહિમા સાંભળ્યો. તેથી ઉલ્લસિત થયેલા રાજા સંઘ સહિત ત્યાં યાત્રા કરવા આવ્યા. આદિનાથ પ્રભુની અપૂર્વ ભક્તિ કરી. મધ્યરાત્રિએ ધ્યાનમાં બેઠા છે ત્યારે અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઈને તેને આ રીતે કહી રહ્યા છે.
ધરણીભૂષણ નગરના ચંદ્રરાજાની પ્રેમવતી રાણીના ધર્મનંદન અને દામોદર નામે બે પુત્રો છે. બંને વિનીત અને ધાર્મિક વૃત્તિવાળા છે. રાજાએ મોટા પુત્રને રાજા બનાવ્યો, નાનાને યુવરાજપદ આપ્યું અને પોતે સંયમ સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું.
યક્ષની કૃપાથી શત્રુંજયગિરિમાં રસકૂપિકા જોઇ ધર્મરાજાએ તેમાંથી રસ ગ્રહણ કરીને કોટિભાર પ્રમાણ સોનું બનાવ્યું. તેમાંથી દશભાર સોનામાંથી ૧૦૦ સુવર્ણના જિનબિંબ, ૧ લાખ રૂપાના બિંબ, ૯ લાખ પંચધાતુના બિંબ અને ૯૦ લાખ આરસના બિંબ ભરાવ્યા. આ પ્રમાણે ૧ કરોડ બિંબોની સ્થાપના શ્રી સિદ્ધગિરિ ઉપર કરાવી. આથી ત્યાં બિરાજમાન શ્રીધર્મધન નામના આચાર્ય મહારાજે કહ્યું, ‘રાજન્ ! આ ગિરિ લોકો વડે “કોટિનિવાસ' નામે કહેવાઓ.’
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૬